સુરતમાં ૧૧ દિવસનું બાળક કોરોના સંક્રમિત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડાયમંડ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર તેની સારવાર ચાલે છે. બાળકની વેન્ટીલેટર હેઠળ ચાલતી સારવારમાં રેમેડીસીવર ઇન્જેક્શન આપવામાં આવ્યુ છે. નવજાત બાળકને માતા દ્વારા કોરોના સંક્રમણ લાગ્યુ હતું. બાદમાં બાળકની તબીયત અચાનક બગડી જતા તેનો ર્પોર્ટ કરવામાં આવ્યો હતો. તેનો એક્સ-રે રિપોર્ટમાં કોરોના દેખાતા તબીબો ચોંકી ગયા હતાં.
વરાછામાં ચીકુવાડીમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં ગત તા.૧ એપ્રિલના રોજ બાળકીનો જન્મ થયો હતો. તેની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. માતા બાળકીને નિયમિત સ્તનપાન કરાવતા હતાં. બાદમાં માતાને અચાનક શરદી અને ખાંસી જેવા લક્ષણો હતાં. તેથી, તબીબોએ માતાનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેનો પહેલો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. તેથી માતાએ શરદી-ખાસીને ગંભીરતાથી લીધી ન હતી. માતાની તબીયત વધુ લથડતા બીજાે ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. બીજા ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. માતા કોરોના સંક્રમિત હોવાથી તબીબો ચોંકી ગયા હતાં. બાદમાં ૧૧ દિવસના બાળકની તબીયત એકાએક બગડી હતી. તેથી, તબીબોએ બાળકનો એક્સ-રે રિપોર્ટ કરાવ્યો હતો.
રીપોર્ટમાં કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું નિદાન થયુ હતું. ૧૧ દિવસનો બાળકને કોરોના સંક્રમણનુ નિદાન થતા તબીબોની ટીમ ચોંકી ગઇ હતી. તેમણે તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરી હતી. સમગ્ર કેસમાં ડો. અલ્પેશ સિંઘવી જણાવ્યું કે, માતા કોરોના સંક્રમિત હોવાથી બાળકને તેનો ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. ગર્ભવતી મહિલાઓએ કોરોનાનુ ખાસ ધ્યાન રાખવુ જાેઇએ. તેમણે બીન-જરૂરી ઘરની બાહર નીકળવુ જાેઇએ નહી. માસ્ક અને ટેનિટાઇઝરનો ઉપીયોગ કરવો જાેઇએ. સામાન્ય શરદી-ખાસીમાં તબીબને દેખાડવુ જાેઇએ.
માતાની નાની બેદરકારી બાળક માટે ખૂબ મોટું જાેખમ ઊભું કરી શકે છે. હાલ બાળક માત્ર ૧૧ દિવસનું છે. તેને વેન્ટીલેટર હેઠળ રાખવામાં આવ્યુ છે. તેને રેમડેસિવિર અને આઇ.વી.જી.આઇ ઇન્જેક્શન આપીમાં આવ્યા છે. અમારી હોસ્પિટલમાં બાળકને જરૃરી તમામ પ્રકારની સારવાર આપવામાં આવી છે.
ડોક્ટરોની ટીં બાળકનુ સ્વાસ્થ ઝડપથી સારૂં થાય તેની માટે સતત પ્રયત્નશીલ છે.
Recent Comments