fbpx
ગુજરાત

સુરતમાં ૨૭ લાખના હીરાનું પડીકું બદલીને ફરાર થયેલો આરોપી ઝડપાયો

સુરત હીરા બજારમાં વેપારીઓની નજર ચૂકવી હીરાના પડીકા બદલી ઠગાઈ આચરતા વધુ એક આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી કાપોદ્રા અને વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યો છે. વેપારીઓની નજર ચૂકવીને ઠગાઈ કરતી ટોળકીના સાગરીતને પોલીસે ઝડપી પાડી છે .

વરાછા વિસ્તારમા અને કાપોદ્રા વિસ્તારમાં છેતરપિંડનો બનાવ બન્યો હતો.વરાછા વિસ્તારમા સેન્ટ્રલ બજારમાં હીરાની ઓફિસ ચલાવતા અજય ભાઈ શાહ ઘણા સમયથી હીરાની લે વેચનો ધંધો કરે છે. થોડા સમય અગાઉ આ આરોપી ટોળકી હીરા જાેવાના બહાને ઓફિસમાં આવી હતી અને અજયભાઈની નજર ચૂકવી ૨૭ લાખના હીરા ભરેલું પડીકું બદલાવી લીધું હતું.આરોપી ટોળકી ત્યાંથી નાસી છૂટી હતી.જાેકે અજયભાઈને આ વાતની જાણ થતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ આવી જ ઘટના આરોપી દ્વારા કાપોદ્રામાં અંજામ અપાઈ હતી અને કાપોદ્રા ખાતે આવેલા ક્રિષ્ટલ પ્લાઝામાં ઓફિસ ચલાવતા ધવલભાઈ દિયોરા પાસેથી પણ હીરા જાેવાના બહાને ૧૬ લાખ કરતા

Follow Me:

Related Posts