fbpx
ગુજરાત

સુરતમાં NRI દંપતીને ૭ લાખની લૂંટ, ૫ લૂંટારું થયા CCTVમાં કેદ

સુરતના અડાજણ પ્રાઇમ માર્કેટ પાસે ધોળા દિવસે અને સવારના પહોરમાં ઘરમાંથી લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે પાંચ જેટલા લૂંટારૂ મોઢે કપડું બાંધી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સિનિયર સિટીઝન દ્ગઇૈં દંપતીને ચપ્પુની અણીએ બંધક બનાવી લીધા હતા. બાદમાં ઘરમાંથી સાત લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ આવતા અને ફરાર થતા સીસીટીવીમાં કેદ થયા છે. ઘટના અંગે પોલીસની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો દોડી આવી તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે લૂંટારૂઓને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts