અમદાવાદમાં શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ દુષ્કર્મ આચરી લાખો પડાવ્યા
ખોખરા વિસ્તારમાં રહેતી પોલીસ પુત્રી શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહી વિડિયો તથા ફોટા વાયરલની ધમકી આપીને ટુકડે ટુકડે રોકડા રૃા. ૩૦ લાખ અને સોના ચાંદીના ૩૦ તોલાના દાગીના પડાવ્યા હતા તથા મહિલાએ કંટાળીને તકરાર કરતાં તેની સાથે મારા મારી કરી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખોખરા વિસ્તારમાં રહેતી ૪૩ વર્ષની પોલીસ પુત્રી શિક્ષિકાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ જિલ્લાના ગામમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા ૨૦૨૦માં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી ત્યારે આરોપીનો પુત્ર તેમની ક્લાસમાં અભ્યાસ કરતો હતો જાે કે કોરોના કાળમાં સ્કૂલ બંધ હોવાથી મહિલા ઓન લાઇન ભણાવતી હતી ત્યારે વોટ્સએપ ગૃપમાં વાલીઓ સાથે વાતચીત કરતી હતી. જેથી મહિલા તેઓને સંપર્કમાં આવી હતી એક દિવસ મહિલા ઘરે એકલી હતી ત્યારે આરોપી તેમના ઘરે આવ્યા હતા અને અચાનક બાથ ભીડીને બેડરૃમમાં લઇ જઇને બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. કોઇને વાત કરીશ તો બદનામ કરવાની ધમકી આપીને અવાર નવાર ઘરે આવીને દુષ્કર્મ આચર્યુ હતું અને વિડિયો ઉતારીને ફોટા પાડયા હતા આ અશ્લિલ વિડિયો તથા ફોટા મહિલાને બતાવીને બદનામની ધમકી આપીને મહિલા પાસે ટુકડે ટુકડે રૃા. ૩૦ લાખ રોકડા તથા સોના-ચાંદીના ૩૦ તોલાના દાગીના પડાવ્યા હતા. મહિલા શારીરિક શોષણથી ત્રાસી જતાં મહિલા પહેલા તકરાર કરતાં મહિલાને માર માર્યો હતો. આ ઘટના અંગે ખોખરા પોલીસે ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments