ગર્ભવતી કરવાની ઘટના સામે આવી છે જેમાં પેટના દુખાવા સાથે તબીબી પરીક્ષણ માટે ગયેલી કિશોરીને અધિક માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું જેમાં હોસ્પિટલના તબીબે જ પોલીસને આ ઘટના બાબતે જાણ કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે આ ઘટનામાં એક નરાધમની ધરપકડ કરી છે
મળતી માહિતી મુજબ શહેરના પૂણા ગામમાં રહેતી ૧૫ વર્ષીય કિશોરી સાથે તેની પાડોશમાં જ રહેતા અજય સોની એ તેની સાથે મિત્રતા કેળવી હતી આરોપી અજય કિશોરીને મિત્રતાના નામે ભોળવીને એક હોટલમાં લઈ ગયો હતો જ્યાં નરાધમ અજય સોનીએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું તેના થોડાક સમય બાદ નરાધમ અજય સોની આ ઘર ખાલી કરીને શહેરમાં અન્ય સ્થળે રહેવા જતો રહ્યો હતો નરાધમ યુસુફ શેખે પણ કિશોરીને રૂમમાં બોલાવી પરિચય કેળવ્યો હતો જોકે કિશોરી નરાધમ યુસુફ શેખને કાકા તરીકે બોલાવતી હતી પરંતુ નરાધમે આ સંબંધોની લાજ રાખ્યા વિના કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો એક દિવસ અચાનક કિશોરીને પેટમાં દુખાવાની તકલીફ થતા પરિવાર તબીબી તપાસ માટે હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં તપાસમાં જાણવા મળ્યું હતું કે કિશોરીને અઢી મહિનાનો ગર્વ છે આ સાંભળી કિશોરીના પરિવારના સભ્યોની પગ તળેથી જમીન ધસી પડી હતી અને આ ઘટનાને લઇ પરિવાર તેમજ તબીબે પોલીસને જાણ કરી હતી પરિવારે કિશોરીને પૂછતા બંને નરાધમોનો ભાંડો ફૂટી ગયો હતો બંને નરાધમો મજૂરી કરે છે પુણા પોલીસે અજય અચ્છે લાલ સોની અને યુસુફ અહેમદ શેખ સામે બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો નોંધી નરાધમ યુસુફની ધરપકડ કરી છે
Recent Comments