સુરત પાલિકામાં વિરોધ કરતા આપ કાઉન્સિલરોને કોર્ટમાં રજૂ કરાયાઃ ભાજપનો વિરોધ કર્યો
સુરત મહાનગર પાલિકાના શાસકો દ્વારા ઓનલાઇન બજેટ સભા રાખવામાં આવતા આપના કોર્પોરેટરોએ ઓફલાઇન સભા, સોનાની લગડી જેવી જમીન પાણીના ભાવે પધરાવાના ભાજપ શાસકોના ર્નિણય તેમજ પાણી બિલના મુદ્દે પાલિકાની મુગલીસરા સ્થિત મુખ્ય કચેરી સમક્ષ ભારે વિરોધ કરતા અફરાતફરી મચાવી હતી. જેથી વિરોધ કરતાં આપના કાઉન્સિલરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ દ્વારા આજે કાઉન્સિલરોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. એ વખતે કોર્ટ પરિસર બહાર આપના કાર્યકરોએ ભાજપની તાનાશાહી હોવાની નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આમ આદમી પાર્ટીના કાઉન્સિલર દ્વારા મંગળવારે ઉગ્ર વિરોધ કરનારા કાઉન્સિલરની ધરપકડ કરવામાં આવી હતી.લાલગેટ અને કતારગામ પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલરને રાખવામાં આવ્યાં હતાં. જેમાં સવારે લાલગેટ પોલીસ મથકે ધરપકડ થયેલા કાઉન્સિલરને કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસ લઈ ગઈ હતી.
કોર્ટ પરિસર બહાર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપના કાર્યકરોએ ભાજપની તાનાશાહી અને ગુંડાગર્દીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આપના કાર્યકરોએ કહ્યું કે, ભાજપની તાનાશાહી ચાલી રહી છે. ભાજપ દ્વારા દબાણ લાવવામાં આવતાં પોલીસ પણ તેમના ઈશારે કામ કરી રહી છે. ભાજપે લોકોના રૂપિયાની લ્હાણી કરી છે. જેનો વિરોધ કરતાં પોલીસે પણ ગેરવર્તન કર્યું હતું.
Recent Comments