સુરત શહેરના ગોડાદરામાં એક યુવાનને ઢોર માર અને ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો હોવાનું બહાર આવ્યું છે. ચોરી, જુગાર અને દારૂના ધંધા સાથે સંકળાયેલા જીતુ અને વિશાલની ગેંગ બે બાઇક ઉપર આવી લાફા મારતા ભાઈને બચાવવા આવતા યુવાનની ઉપર તૂટી પડ્યા હતા. મૃતક કમલેશના ભાઈએ જણાવ્યું હતું કે, સ્થાનિક લુખ્ખાઓએ પોતાનો આતંક વધારવા મારા નિર્દોષ ભાઈની હત્યા કરી છે.
રાહુલ મોહનસિંહ ગીરાશે (મૃતક કમલેશનો ભાઈ) એ જણાવ્યું ગતું કે, ઘટના ગતરોજ મધરાતની હતી. આ વિસ્તારમાં અસામાજિક છબી ધરાવતા જીતુ, વિશાલ અને દાદા સહિત બે બાઇક પર આવેલા ચાર જણા અચાનક મારી ઉપર તૂટી પડ્યા હતા.
ત્યારબાદ બચાવવા આવેલા ભાઈ કમલેશને મારવા લાગ્યા હતા. અચાનક ચપ્પુ કાઢી મારી દેતા ભાગદોડ મચી ગઇ હતી. જાેકે ભાઈને કોઈ સારવાર મળે એ પહેલાં જ એનું મોત નીપજ્યું હતું.
રાહુલે વધુમાં જણાવ્યું હતું કે, અમે બે ભાઈ અને માતા-પિતા સાથે ઘર નં.૧૪૧ કૃષ્ણનગર-૧ સાંઈ ટ્રસ્ટની બાજુમાં બાબા બૈજનાથ મંદિરની ગલી ગોડાદરામાં રહીએ છીએ. મારો ભાઈ કમલેશ માર્કેટમાં પેકિંગ કામ કરતો હતો. સ્થાનિક લુખ્ખાઓ એ પોતાનો આતંક વધારવા મારા નિર્દોષ ભાઈની હત્યા કરી હોવાનો આરોપ મૂક્યો હતો. હાલ લિંબાયત પોલીસ આખા કેસની તપાસ કરી રહી છે.
Recent Comments