ગુજરાત સૌરાષ્ટ - કચ્છ

સુરત મૂળ સૌરાષ્ટ્ર ના ગઢડા સ્વામીના રાજપીપળા ના યુવાન કેયુર મિયાણી ની અનોખી કલા નો પ્રધાનમંત્રી ના તોષખાના માં સમાવિષ્ટ કરાયો

સુરત મૂળ સૌરાષ્ટ્ર ના ગઢડા સ્વામીના રાજપીપળા ના યુવાન સામાન્ય ખેડૂત પરિવાર ના પુત્ર કેયુર મિયાણી ની અનોખી કલા નો પ્રધાનમંત્રી ના તોષખાના માં સમાવિષ્ટ કરાયો ગુજરાતી માં એક કહેવત છે “આંક માં ઉદ્યમ ચાલ માં ચતુર શિર સાટેય ચાસવે નાક ની નોક” એવા આ ગુજરાતી યુવાન ની અદભુત કલા સાધના સફળ બની ૨૧/૫/૨૨ ના રોજ પ્રધાનમંત્રી મોદી ની રૂબરૂ મુલાકાત કરી આ અનોખી અણમોલ કલા પ્રધાનમંત્રી ના તોષખાના ને અર્પણ કરી ૧ કેરેટ ૪૬ સેન્ટ નું વજન ધરાવતા અનુપમ ડાયમંડ અંદર પ્રધાનમંત્રી ની આકૃતિ ને તાદ્રશ્ય કરાવતા આ અનુપમ ડાયમંડ ની શરૂઆત કાચો હીરો ૧૯૯૮ માં કેયુર મિયાણી ના પિતા  (નરેશભાઈ મિયાણી) એ ખરીદી કર્યો હતો.ત્યારે તેનું કાચું વજન ૩ કેરેટ હતુ.આ હીરો કેયૂર મિયાણી એ ૨૦૧૫ મા બતાવ્યો હતો.ત્યારે તેને વિચાર આવ્યો કે આપડે આ હીરા માથી કંઈક અલગ બનાવીયે પછી એવો વિચાર આવ્યો કે આમા આપડે ભારત નો નકશો બનાવીયે પણ એ મુશ્કેલ હતો.

અંતે વર્ષ ૨૦૧૭ મા ૧.૪૬ કેરેટ નો ઐતિહાસિક “INDIAN MAP” હીરો બનાવ્યો ૨૦૧૯ મા Indian map  જોયો પછી કેયુર ને વિચાર આવ્યો કે હું આના પર કંઈક નવું કરુ અને સર્જનાત્મક વિચાર થી નક્કી કર્યું કે આના પર દેશ ના માનનીય શ્રી વડાપધાન નરેન્દ્ર મોદીજી ની આકૃતિ બનાવું ૩ મહીના ની મહેનત પછી  સફળ થયા  ઐતિહાસિક “INDIAN MAP WITH PRIME MINISTER NARENDRA MODIJI’s POTRAOIT “ બનાવ્યું  અને એમને ભેટ આપવા નું નક્કી કર્યું તા. ૨૧ મે ૨૦૨૨ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાક ના સમયે  મળવા આમંત્રિત કરીયા તે બદલ આભાર ની લાગણી સાથે કેયુર મિયાણી  દિલ્લી ખાતે પ્રધાનમંત્રી ને મળ્યા અને આ હીરો ભેટ આપ્યો સર્જનાત્મક વિચાર અંગે અનુભવ શેર કરી શ્રી નરેન્દ્ર મોદીજી સાથે સંવાદ કરી અનમોલ સમય આપવા બદલ શ્રી નરેન્દ્ર મોદીજી નો પ્રત્યે આભાર સાથે  આ અનુપમ ભેટ દેશ ના તોષખાના ને અર્પણ કરી અનહદ ખુશી સાથે કર્મભૂમિ સુરત પધારતા કેયુર ને સત્કારવા અસંખ્ય મિત્રો પરિવારજનો શુભેચ્છા સાથે એરપોર્ટ ઉપર ઉપસ્થિતિ રહ્યા હતા 

Follow Me:

Related Posts