સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં નાસતાફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સુરત શહેરના સરથાણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૮૨૩૦૭૯૪ /૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૨૦, ૧૨૦બી મુજબના ગુનાનો આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા પાંચ માસથી નાસતા ફરતો હોય, મજકુર આરોપીને બગસરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે બગસરા, હુડકો સોસાયટીમાંથી પકડી પાડી, પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
ભરત ઉર્ફે રવિ પાલજીભાઇ દાફડા, ઉ.વ.૩૪, રહે.જુની હળીયાદ, તા.બગસરા હાલ રહે. બગસરા, હુડકો સોસાયટી, તા.બગસરા, જિ.અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. જિગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments