fbpx
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગર LCB પોલીસે વાહન ચોરીના અલગ અલગ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો

સુરેન્દ્રનગર જિલ્લામાં બાઈક ચોરીના બનાવોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. બાઈક ચોરોને ઝડપી પાડવા એલસીબી પી.આઈ એમ.ડી. ચૌધરીની સૂચનાને ધ્યાને રાખીને LCB ટીમે જિલ્લામાં પેટ્રોલિંગ કામગીરી તેજ કરી દીધી હતી. ચોરીના ગુનાઓની જગ્યાએ તપાસ અને સીસીટીવી ફૂટેજમાં શકમંદોની ઓળખ કરી લીંબડી કોલેજ સામે મારુતિ સોસાયટીમાં શેરી નંબર-૦૫ માં રહેતો શકિતસિંહ ભીખુભા ગોહીલ બાઈક ચોરીમાં સામેલ હોવાની અને હાલ તે ઘરે હાજર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. …જેના આધારે બાતમીવાળા સ્થળે એલસીબી ટીમે પૂરતી તૈયારી સાથે આરોપીના રહેણાકના મકાનમાં રેઇડ કરી શકિતસિંહ ગોહીલને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા બાઈક ચોર પાસેથી ચોરી કરેલા ૦૨ બાઈક સહિત રૂ.૪૦૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા હતા. એલસીબી પીએસઆઈ વી.આર.જાડેજા, ઋતુરાજસિંહ મકવાણા, અનિરૂદ્ધસિંહ ખેર સહિતે પૂછતાછ કરતા શકિતસિંહએ કબૂલ કર્યું હતું કે થોડા દિવસો પહેલા બાઈક ચોરીના ગુનામાં પકડાયેલા યોગેશ રાજેશભાઈ મેટાલિયાને સાથે મળીને બાઇકની ચોરી કરતા હતા. બાઈક ચોરીને અલગ-અલગ લોકોને વેચી દીધા હોવાની પણ કબૂલાત કરી હતી.સુરેન્દ્રનગર LCB પોલીસે વાહન ચોરીના અલગ અલગ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો..

Follow Me:

Related Posts