fbpx
અમરેલી

સેવા સેતુ-અમરેલીમાં નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સતત મળે, વહીવટી પારદર્શિતામાં ઉમેરો થાય અને નાગરિકોને તેમના વસવાટ-રહેઠાણ નજીકના વિસ્તારમાં સેવાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સેવા સેતુના ૧૦માં તબક્કાની શરુઆત કરવામાં આવી છે.આ કડીના ભાગરુપે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના જેસીંગપરા વિસ્તાર સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ પ્રકારની ૫૨ સેવાઓ એક છત નીચે આપવામાં આવી હતી. અમરેલી શહેરના વોર્ડ નં. ૦૬, ૦૮, ૦૯, ૧૦,  અને ૧૧માં રહેતા લાભાર્થીઓને આધાર નોંધણી, આધાર કાર્ડમાં સુધારા, રેશનકાર્ડમાં નામ દાખલ કે સુધારો, કમી, ઈ-કેવાયસી, કુંવરબાઈનું મામેરું, ફ્રીશીપ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના, પીએમ JAY યોજના, ઉંમરનો દાખલો, જન્મ અને મરણના પ્રમાણપત્રો, આધાર કાર્ડ સાથે બેંક ખાતાનું જોડાણ, જનધન યોજના અન્વયે બેંક ખાતુ ખોલવાની કામગીરી વગેરે જેવી રાજ્ય સરકારની અનેકવિધ સુવિધાઓનો લાભ એક છત નીચે આપવામાં આવ્યો હતો.અમરેલી જિલ્લા વહીવટીતંત્ર અને અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં દિવસ દરમિયાન વિવિધ વોર્ડના લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લઈ અને વિવિધ કચેરીઓમાં થતાં કામોનો એક છત નીચે લાભ મેળવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા દીઠ બે અને તાલુકા કક્ષાએ ૦૩ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા લાભાર્થીઓને વિવિધ પ્રકારની સેવાઓનો લાભ મળી રહ્યો છે.

Follow Me:

Related Posts