સોનાનો ચેઈન અને પેંન્ડ મુળ માલીકને પરત આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું
બાબરાના શ્રીજી મોટસૅ પાટૅસના નામે દુકાન ચલાવતા અજયભાઈ પટેલ અને હીતેષભાઈ પટેલે સોનાનો ચેઈન અને પેંન્ડ મુળ માલીકને પરત આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું. લાઠીમાં શ્રી નારાયણ સો મિલના માલિક અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ ચેતનભાઈ લીંબાણીએ પાતાની માલીકીની મારૂતિ સ્વીફટ કાર જી.જે.૧૪ ૬૭૫૩ બાબરાના અમર કોટના માલીક દિલીપભાઈને તા.૧૦-૧-૨૧ ના રોજ વેચેલા હતી.દિલીપભાઈએ આ કાર બાબરામાં શ્રીજી મોટર્સ પાટૅસની દુકાન ઉપર સવિૅસ માટે આપેલ તે દરમ્યાન ગાડીમાંથી સોનાનો ચેઈન અને પેંન્ડ મળી આવેલ જેથી તેમને દિલિપભાઈ ને જાણ કરતા તુરંત દુકાન ઉપર પહોંચેલ અને ખરાઈ કરતાં આ ચેઈન લાઠીથી ગાડી લીધેલ તેઓનું હોવાનું જણાઈ આવતા તેમનો સંપર્ક કરેલ.અને તેમણે પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી લાઠી તેમના મુળ માલીકને પરત કરી હતી.હકકની કમાણી ક્યારેય જતી નથી તેવું ઈશ્વરની કૃપાથી પરત મળતા ચેતનભાઈ લીંબાણી અને તેમના પરીવારે બન્ને ઉદાર દિલ મહાનુભાવોનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા
Recent Comments