fbpx
સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચુંટણીમાં ૬૫ ટકા લાયકાત વગરના

સેનેટની ચૂંટણી માટે અધ્યાપકોની મતદાર યાદીમાં નેટ/સ્લેટ કે પીએચડીની માન્યતા પ્રાપ્ત અધ્યાપકો જ રહી શકશે. યુજીસીનો જે નિયમ છે એ જ આદર્શ પદ્ધતિ છે તેમાં કોઈની લાલિયાવાડી નહીં ચાલે, યુનિવર્સિટીએ અધ્યાપકોને આપેલા સમયમાં માન્ય ડિગ્રી નહીં મેળવી હોય તો એવા મતદારો રદ કરવામાં આવશે. સેનેટમાં ટીચર્સની કુલ ૧૩ ફેકલ્ટીમાં સૌથી વધુ આર્ટસમાં ૪ બેઠકો છે જ્યારે સાયન્સમાં ૩, કોમર્સ અને લોમાં બે-બે બેઠકો છે જ્યારે એજ્યુકેશનમાં બે બેઠકો છે.

બાકીની ફેકલ્ટી મેડિકલ, ગ્રામવિદ્યા, હોમ સાયન્સ, ફાર્મસી, હોમિયોપેથી, પરફોર્મિંગ આર્ટસ સહિતની ફેકલ્ટીમાં સેનેટની ટીચરની એક-એક બેઠકો છે જેની આગામી માર્ચ મહિનામાં ચૂંટણી થવાની છે.નેટ/સ્લેટ કે પીએચડી થયા નથી આવા અધ્યાપકોને યુનિવર્સિટી બોર્ડના હોદ્દાગત સભ્ય પણ બનાવતી નથી. પણ, એનો જાે મતદાર યાદીમાં સમાવેશ થાય તો એ ચૂંટણી લડીને સેનેટ સભ્ય પણ બની શકે, ડીન પણ થઇ શકે અને ડીન તરીકે ગવર્નર સાથે બેસીને વિદ્યાર્થીઓને પીએચડીની પદવી પણ એનાયત કરી શકે. જે વ્યક્તિ (અધ્યાપક) પોતે જ યુજીસીના નિયમ મુજબની લાયકાત ધરાવતા નથી તેવા અધ્યાપકોને યુનિવર્સિટીના સ્ટેચ્યૂટ પ્રમાણે માન્ય અધ્યાપક ગણી શકાય નહીં અને તેનો મતદાર યાદીમાં સમાવેશ પણ થઇ શકે નહીં. અત્યારે હજુ મતદાર યાદી બની રહી છે એટલે નેટ/સ્લેટ કે પીએચડીની ડિગ્રી ન ધરાવતા અધ્યાપકોને મતદાર યાદીમાં સામેલ કરવા કે કેમ તેનો ર્નિણય હજુ અમે લીધો નથી. આગામી દિવસોમાં ર્નિણય લેવાશે ત્યારે જાહેર કરીશું. હજુ મતદાર યાદી પ્રસિદ્ધ થવામાં પણ સમય છે પરંતુ તપાસ કરીને નિયમ મુજબ કામગીરી કરીશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત પ્રોફેસરોની ગોઠવણકાંડ બાદ હવે સેનેટની ચૂંટણીમાં ટીચર્સની બેઠકો કબજે કરવા હવે નેટ/સ્લેટ કે પીએચડી વિનાના શરતી માન્યતા પ્રાપ્ત પ્રોફેસરોને મતદાર યાદીમાં ઘૂસાડવા માટે ગોઠવણ શરૂ થઇ છે.

સેનેટની આગામી ચૂંટણી માટે જુદી જુદી ૧૩ ફેકલ્ટીમાં ટીચર્સની ૨૦થી વધુ બેઠકો કબજે કરવા સેનેટના ઉમેદવારો હવે ખાનગી કોલેજાેના શરતી માન્યતા પ્રાપ્ત પ્રોફેસરોને મતદાર યાદીમાં ઘૂસાડવાની ગતિવિધિ તેજ ચાલી રહી છે. પ્રોફેસરોની મતદાર યાદીમાં કુલ અંદાજિત ૧૮૭૫ જેટલા અધ્યાપકો નોંધાયેલા છે જેમાંથી ૧૨૦૦થી વધુ એટલે કે ૬૫% જેટલા પ્રોફેસરો પાસે યુજીસીના નિયમ પ્રમાણેની ડિગ્રી જ નથી છતાં યુનિવર્સિટીની સેનેટની મતદાર યાદીમાં નામ છે. યુનિવર્સિટીએ આવા પ્રોફેસરોને એક કે બે વર્ષમાં નેટ/સ્લેટ કે પીએચડીની ડિગ્રી મેળવી લેવાની શરતે અધ્યાપક તરીકે માન્યતા આપી છે પરંતુ હવે આ જ ખાનગી કોલેજાેના અધ્યાપકોની ગોઠવણથી યુનિવર્સિટીના સેનેટના ઉમેદવાર અને કેટલાક સિન્ડિકેટ સભ્યો પણ ચૂંટણી જીતવા એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે.

Follow Me:

Related Posts