સૌરાષ્ટ્ર યુનિ.એ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો દ્વારા ઘેરબેઠાં તૈયારી કરી શકાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી દ્વારા જુ જુદા વિષયોના સ્પર્ધાત્મક પરીક્ષાના ૪૨૪ કલાકના ૨૧૨ વીડિયો ઓનલાઈન મુક્યા છે જે વિદ્યાર્થીઓ ઘેરબેઠા જાેઈ શકશે. નવનિયુક્ત ઇન્ચાર્જ કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીના હસ્તે મંગળવારે સીસીડીસીમાં યૂ-ટ્યૂબ ચેનલ લોન્ચ કરવામાં આવી હતી. સીસીડીસીની આ ચેનલમાં અપલોડ કરેલા ૪૨૪ કલાકના ૨૧૨ વીડિયોથી રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ૮ લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે અને તેઓ ઘેરબેઠાં જ વીડિયો જાેઈને તૈયારી કરી શકશે.
સીસીડીસીની ચેનલ લોન્ચ કર્યા બાદ ડૉ. ભીમાણીએ તલાટીમંત્રીના ચાલી રહેલા વર્ગોની પણ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે સીસીડીસીના કો-ઓર્ડિનેટર ડૉ. નિકેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમાં નિષ્ણાત ફેકલ્ટી દ્વારા ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ, મેથ્સ, ઈતિહાસ, ભૂગોળ, જનરલ સાયન્સ, બંધારણ, અર્થશાસ્ત્ર વગેરે સહિતના વિષયો ઉપર વિદ્યાર્થીઓને સઘન તાલીમ આપવામાં આવે છે. જેના વીડિયો વિદ્યાર્થીઓ જાેઈ શકશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોમ્પિટિટિવ મોક એક્ઝામ લેવામાં આવે છે જેમાં જિલ્લા વાઈઝ પ્રથમ આવતા વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનો સેટ નિઃશુલ્ક અપાય છે.
સીસીડીસીની લાઇબ્રેરી રાજ્યમાં સ્પીપા બાદ એવી બીજી સમૃદ્ધ લાઇબ્રેરી છે જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાના ૨૫૦૦૦થી વધુ પુસ્તકો અને ૧૫ સામયિક ઉપલબ્ધ છે. સાથે જ કોઈ વિદ્યાર્થી ત્યાં નવા પુસ્તકો માટેની ડિમાન્ડ કરે તો અઠવાડિયામાં તે પુસ્તક ઉપલબ્ધ બનાવવામાં આવે છે. વિદ્યાર્થી અહીં મામૂલી ફી ભરીને આખા વર્ષની લાઇબ્રેરીનો સભ્ય બની શકે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો લઇ જઈ શકે છે. જીપીએસસી કોચિંગના ૧૫૦ કલાકના લેક્ચર, હેડ ક્લાર્ક, પીએસઆઈ બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી વીડિયો ઉપરાંત યુજીસી નેટ કોચિંગના વીડિયો મુકાયા છે જે કોઈપણ વિદ્યાર્થી નિઃશુલ્ક જાેઈ શકશે.
Recent Comments