ભાવનગર

સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલામાં બેઠક

સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા યોજાનાર સંગોષ્ઠિ કાર્યક્રમો માટે મળી બેઠક  આંબલામાં શ્રી રાજેન્દ્ર ખિમાણીની ઉપસ્થિતિમાં થઈ ચર્ચા ઈશ્વરિયા રવિવાર તા.૭-૧-૨૦૨૪ સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા યોજાનાર સંગોષ્ઠિ કાર્યક્રમો માટે આંબલામાં શ્રી રાજેન્દ્ર ખિમાણીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ચર્ચા થઈ.ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શ્રી રાજેન્દ્ર ખિમાણીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં હોદ્દેદારો જોડાયા હતા અને સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા યોજાનાર આગામી સંગોષ્ઠિ તેમજ અન્ય કાર્યક્રમો આયોજનો માટે ચર્ચા થઈ હતી.  આ બેઠકમાં સંઘના અગ્રણીઓ શ્રી ખોડાભાઈ ખસિયા, શ્રી સંજયભાઈ કાંત્રોડિયા, શ્રી જીજીભાઈ ચૌહાણ સાથે હોદ્દેદારો જોડાયા હતા. અહી શ્રી સુર શંગભાઈ ચૌહાણ અને વાઘજીભાઈ કરમટિયા સાથે સ્થાનિક કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યા હતા.

Follow Me:

Related Posts