fbpx
રાષ્ટ્રીય

સ્ત્રી ઓને લાભાર્થી તરીકે નહિ પણ સાથીદાર તરીકે જોવાની દ્રષ્ટી ક્યારે ?

જોર શોર થી મહિલા દિન ઉજવી મહિલા કલ્યાણ ની વાતો ઓન વાસ્તવ માં આદર્શ ઉપમા ને દાસી નો દરજ્જો ભોગવતી લાખો ભગિની ઓ

સ્ત્રી મતદાતઓને આકર્ષવા દરેક રાજકીય પક્ષો સ્ત્રીઓના તારણહાર હોય તેમ ચુંટણી સમયે સ્ત્રી કલ્યાણની વાતો કરે વાસ્તવ માં  સ્ત્રી દરેક ક્ષેત્રે કેટલી સલામત છે તે ક્રાઈમ પરથી ખ્યાલ આવે. ધ વિમેન ફોમ ડોમેસ્ટિક વાયોલીન એક્ટ ૨૦૦૫ અમલમાં આવ્યા પછી કાયદાએ શુ તીર મારી દીધુ ? કાયદો હોવા કરતા કાયદાનો અહેસાસ હોવો જરૂરી સ્ત્રીઓને ચુંટણી સમયે લાભા લાભ અને સ્ત્રીને કેન્દ્રસ્થાને રાખી ચુંટણી સમયે અનેક પ્રકારની લોભામણી વાતો કરતા રાજકીય પક્ષો જયારે જયારે સ્ત્રી અનામત બિલની વાત આવે ત્યારે વિપક્ષ હોય કે શાસક મહિલા બિલનું સમર્થન કેમ નથી કરતા ? આદર્શ ઉપમા ધરાવતી સ્ત્રીઓને વાસ્તવ જીવનમાં દાસી જેવો ઉતરતો દરજજો આપનાર આપણી શાસન વ્યવસ્થાઓ અને પરંપરાઓ સ્ત્રી શ્રમની કયારેય નોંધ લે છે. ખરો ? તેમના શ્રમ વિના આ દેશ કયારેય ચાલી જ ના શકે.

અબજો મેગાવોટ પેટ્રો ઉર્જા શકિત આપણા દેશ પાસે વિવિધ રૂપમાં છે. પશુધન, ચાંત્રિક સાધનો અને માનવીય રૂપમાં છે. પણ તેમાંની અનોંધનીય કેટલીય એટલે આપણા દેશની કરોડો સ્ત્રીઓ. આપણી શ્રમ શકિત ભારત દેશની કરોડો સ્ત્રીઓ વિવિધ ક્ષેત્રે શ્રમ કરીને પોતાના પરિવારને આર્થિક ઘણી બધી રીતે આધારસ્થંભ છે. પણ સરકારે કે વિધ્વાનોની વ્યાખ્યામાં કામ કે રોજગાર ગણાતો નથી.

શ્રમ શક્તિનું દર્શન સ્ત્રી ગ્રામીણ, ગરીબ લગભગનિરક્ષર હોવા છતાં આર્થિક રીતે પ્રવૃતિશીલ હોય છે. એમનાં શ્રમ વગર દેશ ચાલી જ ન શકે. વળી, સ્ત્રીના કામાં અદ્રશ્ય હોય છે. જેથી એ સરકારી ચોપડે નોંધાતા નથી. સ્ત્રીના મોટાભાગના કામાં અવેતન હોય છે. પાણી ભરવા, ઈંધણ લાવવા, ચારો વીણવો, છાણા થાપવા, ઉત્કર્ષનું દુધ દોહવા ઉપરાંત ઘરે બેસીને થતી ઉદ્યોગલક્ષી પ્રવૃતિ, સુપડા, સાદડી, ટોપલા, સિલાઇ, ખાદ્ય પદાર્થ, માછલાની ભળી ગુંથવી, તે જ રીતે પોતાના ઘરની કે ધંધાની પ્રવૃતિ સરકારી ચોપડે આવી સ્ત્રીની નોંધ નથી.

પરિણામે સરકારની વિકાસ યોજનાઓના લાભ તેઓને મળતા નથી. બેંક ધિરાણના લાભો કે સહકારી મંડળ ના સભાસદ થવામાંથી વંચિત રહી જાય છે. ભારતની મહિલા આંદોલનને ધન્ય છે કે, જેની અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્રની વિદુષી બહેનોએ શ્રમિક બહેનોના પ્રશ્ન પર દાયકા સુધી લડત આપી. અંતે તેના પરિણામે ઉપરોકત વિવિધ કામો કે આજ દિન સુધી અદ્રશ્ય અને નગણ્ય હતા.

તેને ૧૯૯૧ની વસ્તી ગણતરીમાં કાયદેસર રોજગાર તરીકે નોંધની સૂચના અપાઇ. પણ સ્ત્રીના કાર્યોની અને શ્રમશકિતથી સિધ્ધ વિકાસ આંકડા આપતા હજુ તો કેટલાય દાયકા જોઇશે. એંશી ટકા સ્ત્રી ગ્રામિણ ગરીબ નિરક્ષર છે. તેમાંથી એંશી ટકા શ્રમ આધારિત જીવન જીવે છે. આવી શ્રમજીવી બહેનો પોતાના પરિવારનું નિવાહ કરે છે. એટલું જ નહી પણ દેશની સંપતિ વધારે છે. આટલી મોટી સંખ્યામાં સ્ત્રીઓ મહેનત અને રોજગારી કરતી હોય તો સ્ત્રી ગરીબ અને પછાત કેમ ? એ પાયાની સમસ્યા છે.

આપણી સરકારે જે દેશમાં સૌથી મોટુ કલ્યાણ અને સવલત પહોંચાડનાર માળખુ છે તેમના તરફથી ખાસ મદદગાર નિવડયુ નથી. સ્વૈચ્છિ સંસ્થાઓની પહોંચ મર્યાદિત છે. પંચાયતો પોતાના કાવાદાવામાં પ્રવૃત છે. અ આવી શ્રમજીવી બહેનોના પોતાના સંગઠનો જુજ છે. આયોજન પંચ ગરીબ સ્ત્રીઓ મહત્વ સમજે તો છે તેમ છતાં તે સ્ત્રીઓને માત્ર લાભાર્થી તરીકે જ જુએ નહી કે વિકાસના સક્રિય સાથીદાર તરીકે. સ્ત્રી સંગઠનો અનિવાર્યપણે હોવા જોઇ તો જ અસરકારક બને. વહીવટી તેમજ રાજકીય માળખા સજાગ થાય.મહિલા ઓને તેના હક્ક અધિકાર આપવાની તેમની પાયની ફરજ છે.

એ ન ભુલવુ જોઇએ કે, આપણી હજારો લાખો ભગિનિઓ શ્રમજીવી બહેનો છે. તેમને મદદરૂપ થવાથી દેશનું ભવિષ્ય  ઉજળુ થશે એવી મારી માન્યતા છે. વર્ષો પહેલા રામ મનોહર લોહીયાએ પછાત વ્યાખ્યામાં આવતા વર્ણ સાથે મહિલાને પછાત વર્ગ તરીકે ગણાવેલ. ૧૯૫૫ સમાજવાદી પક્ષના બંધારણમાં એક જોગવાઇ કરી રાજકીય નહી સાર્વજનિક પણ તેનું અમલીકરણ કરવા ભાર મુકેલ છતાં સમાજ વ્યવસ્થાપકો ઘણા હોશિયાર વ્યવસાયના વર્ગીકરણના નેજા હેઠળ તેમણે સમાજમાં એવા પ્રકારની વ્યવસ્થા કે જે આજ પર્યંત અફર છે.

ધર્મ સંસ્કૃતિનો આદેશ ગણાવી, સ્ત્રીને દેવી કહી, ચડાવી પણ વાસ્તવિક સંસારમાં દાસી બનાવી. આ સમસ્યા હિન્દુ સમાજમાં જ મુસ્લિમ સમાજ તો આ બાબતે ભારે અમાનુપી રહયા છે. સ્ત્રીઓ સમાન હકક લડત કરવાની પ્રેરણા અમેરીકાની સ્ત્રી મુકિત આંદોલનથી મળી. મતદાર અધિક કામના કલાકો ઓછા કરવા જેવી માંગણી સ્વીકારાય અને ૮ માર્ચ આંતરરાષ્ટ્ર ભારત સરકારે એક બાબતે વર્ષો પુર્વે રાષ્ટ્રીય પંચ નીમેલું. દેશના અઢ મહિલા દિન જાહેર કરાયો. સ્ત્રી મુકિત આંદોલન, સ્ત્રી શિક્ષણ આંદોલન, મહા રરાજધમાં બમણ કરી અને પચે સમસ્યાઓ અને મુશ્કેલીઓ શ્રમજીવી બહેનોના ફુલ, મહીર્ષ કર્યો, કરશનદાસ મુલજી અગ્રેસર હતા.

સ્ત્રી મુકિત આંદોલન માં મોઢામોઢ પુછેલા અને સરકારને ભલામણો કરી વિસ્તૃત અહેવાલ આપેલ જેને જાગૃત પુરૂષો સ્ત્રીઓના હકકો માટે તેમજ અન્યાય, અત્યાચાર સામે ઘણા પુરૂષ શ્રમ શકિત તરીકે ઓળખવામાં આવે છે. ભારતના કૃષિ અને વન નિઃશંકપણે અવિરત જેહાદ જગાડી અન્યાયનો વિરોધ કરવા સંગઠીત વર્ગમાં થયો. અસ્પૃશ્ય સ્ત્રીઓ ઉપર આધારિત છે. ખેતી ખાદ્ય પદાર્થો અનાજ, કઠોળ, શાક, ફળ સ્ત્રીશ્રમ વિરૂધ્ધ રવિશંકર, ગાંધીજી વિગેરેએ સ્વર્ણિમ જાગૃતિ નિર્માણ કરી.સ્ત્રી ના કામ કરકસર ચીવટ ખત ની સુપેરે નોંધ લેવાઈ તે અંગે વિસ્તૃત મુદાસર રજૂઆતો કરાયેલ પણ સામુહિક વિકાસ ના સાધનો મુઠી ભર બુદ્ધિ જીવી ઓ દબાવી બેઠા છે અને સ્ત્રી કલ્યાણ ની સૂફીયાણી સલાહ આપ્યા કરે છે 

ઘરનું કામ બાજુએ મુકી પેટ માટે પારકા ઘરમાં કામ કરતી સ્ત્રી ઘરઘાટી, સ્લમ ઉદ્યોગ બહેનો ગોદી કામદારો માલ ઉતારવા ચઢાવવાનું કામ કરેલ અને તામિલનાડુમાં દિવાસળીના કારખાનામાં ઉપરોકત પ્રત્યેક કામોમાં માત્ર સ્ત્રી સસ્તા મજુર આવા નાના મોટા હજારો ઉદ્યોગ, કારખાના, મીલ, ખાણમાં પથરાયેલા સ્ત્રી મજુરો અને તેનું જમાપાસુ એ છે કે, આવા સ્ત્રી મજુરો દરેક જગ્યાએ પોતાનું કાર્ય મજૂરી કેળ વાયેલી કાળજીપુર્વક અને લાગણીસભર અને ચીવટ વધુ બગાડ ઓછી ઉપરાંત ગૃહકાર્ય, બાળ ઉછેર, મોટાભાગે અને બહેનો પાસે બજાર યોગ્ય કૌશલ્ય કે હુન્નર નથી.

વિધિસરનું શિક્ષણ નથી. પુરૂષોનો જેમ જેમ વિકાસ થશે તેમ તેમ સ્ત્રીઓનો પણ વિકાસ થશે. એ માન્યતા ભારતમાં આઝાદી પછીનાં ઇતિહાસમાં ખોટી પડી છઠી પંચવર્ષિય યોજનાના દસ્તાવેજમાં લખ્યું છે કે, ભારતનું બંધારણ સ્ત્રીઓન વિકાસની તકોને કાનુની ખાતરી (ગેરેન્ટી) આપતુ હોવા છતાં સ્ત્રીઓ લગભગ તમામ ક્ષેત્રોમાં પાછળ, દસકાઓના વિવિધ પરિબળો અને દબાણોએ સ્ત્રીઓ નિમ્ન અને દ્રિતિય કક્ષામાં ધકેલી આધુનિક વિકાસ તરફની દોડથી ભુમિહિનતા વધી લાચાર ભગિની મહિલા ઓને તેના હક્ક અધિકાર ઉન્નત થવા ના ઉપાયો ક્યારે મળશે ? ૧૯૧૦ બાદ મતાધિકાર માટે ની લાંબી લડાઈ બાદ વૈશ્વિક સ્તરે જાગૃતિ મહિલા આંદોલનો અનેકો સંઘર્ષ બાદ અધકચરા અધિકારી મળ્યા પણ પૂર્ણ અમલ ક્યારે ?

Follow Me:

Related Posts