અમરેલી

સ્પર્ધાની ઈનામી રાશિમાં ધરખમ વધારો કરવા બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવતા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા

ગુજરાતનાં અને દેશના યુવાનોમાં સાહસકૌશલ્યની ખીલવણી થાય અને વધું ને વધું યુવાનો રમતગમત ક્ષેત્રે પદાર્પણ કરી રાજ્ય અને દેશ માટે ઉજ્જવળ દેખાવ કરે, એ હેતુથી રાજ્ય સરકારના રમત ગમત મંત્રાલય હેઠળ અનેકવિધ રમતો અને પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવે છે.

રાજ્ય સરકારના રમત ગમત મંત્રાલય દ્વારા રાજ્યના અને દેશના યુવાનો માટેની રાજ્ય કક્ષા અને અખિલ ભારત કક્ષાની “ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા” તથા “વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા”નું પ્રતિવર્ષ આયોજન હાથ ધરાય છે.જેની પુરસ્કાર રાશિ અગાઉ “રાજ્ય કક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા” માટે ચાર પૈકી પ્રત્યેક વયજૂથ માટે વિજેતા ક્રમ 6થી 10 માટે રૂ.500 અને વિજેતા ક્રમ 4થી 5માટે રૂ.1000, વિજેતા ક્રમ 3 માટે રૂ.2000, વિજેતા ક્રમ 2 માટે રૂ.3000 અને વિજેતા ક્ર્મ 1 માટે રૂ. 7000 ઈનામ સ્વરૂપે આપવામાં આવતા હતા.. જેની સામે આ પુરસ્કાર ની રકમમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

“રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા” માટે હવેથી ચાર પૈકી પ્રત્યેક વયજૂથ માટે વિજેતા ક્રમ 6થી 10 માટે રૂ.500ને બદલે રૂ.10,000 અને વિજેતા ક્રમ 4થી 5 માટે રૂ.1000ને બદલે રૂ.20,000 તથા વિજેતા ક્રમ 3 માટે રૂ.2000ને બદલે રૂ. રૂ.30,000 પુરસ્કાર રાશિ આપવા તથા વિજેતા ક્રમ 2 માટે રૂ.3000ને બદલે રૂ.40,000 અને વિજેતા ક્ર્મ 1 માટે રૂ. 7000ને બદલે રૂ.50,000ની પુરસ્કાર રાશિ આપવામાં અંગેની જાહેરાત રાજ્યનાં રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.

એ જ રીતે અખિલ ભારત કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા” માટે હવેથી વિજેતા ક્રમ 6 થી 10 માટે રૂ.5,000ને બદલે રૂ. 25,000 અને વિજેતા ક્રમ 5 માટે રૂ.10,000ને બદલે રૂ.40,000 તથા ક્રમ 4 માટે રૂ.12,500ને બદલે રૂ. રૂ.55,000, ક્રમ 3 માટે રૂ.15,000ને બદલે રૂ.70,000 અને ક્ર્મ 2 માટે રૂ. 25,000ને બદલે રૂ.85,000 તથા વિજેતા ક્રમાંક 1 માટે રૂ.50,000ની રાશિ સામે હવેથી રૂ.1,00,000ની પુરસ્કાર રાશિ આપવામાં આવશે.

“વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા” માટે તૃતીય વિજેતાને હવેથી પૂ. મોટાના દાનના વ્યાજમાંથી મળતી પુરસ્કાર રાશિ ઉપરાંત વધારાના રૂ.25,000, દ્વિતીય વિજેતાને રૂ.35,000 અને પ્રથમ વિજેતાને રૂ.50,000નીપુરસ્કાર રાશિ પણ આપવાના નિર્ણયની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવેલ છે.

આમ, રાજ્ય કક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા માટે આગામી નાણાકીય વર્ષમાં ચાલું વર્ષની સાપેક્ષે રૂ.7,74,000 જેવી રકમનો વધારો કરવામાં આવેલ છે. “અખિલ ભારત કક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા” માટે આગામી નાણાકીય વર્ષમાં ચાલું વર્ષની સાપેક્ષે રૂ.13,50,000 જેવી રકમનો વધારો કરવામાં આવેલ છે. એ જ રીતે “વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા” માટે આગામી નાણાકીય વર્ષમાં ચાલું નાણાકીય વર્ષની સાપેક્ષે રૂ.2,20,000ની રકમનો વધારો કરવામાં આવેલ છે.

માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસની ટ્વેન્ટી ટ્વેન્ટી રમાઈ રહી છે ત્યારે, યુવાનો માટેની સ્પર્ધાની પુરસ્કાર રાશિમાં ધરખમ વધારો કરવા બદલ ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને રમત ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા પણ યુવાનો માટેની સ્પર્ધાની પુરસ્કાર રાશિ વધારવા માટે ત્વરિત નિર્ણય કર્યો તે માટે એમને પણ રાજયના યુવાનો વતી અભિનંદન પાઠવ્યા હતા.

Related Posts