અમરેલી શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે પણ શહેરમાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. અમરેલી નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના ચિત્તલ રોડ, લાઠી રોડ, ગણેશ સોસાયટી-એરપોર્ટ વિસ્તાર સહિતના સ્થળોએ રાત્રિના સમયે સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા માટે જનજાગૃતિ કેળવાય તે માટે રચનાત્મક કાર્યો દ્વારા જરુરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ કર્મીઓના આરોગ્યની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. સફાઈ કર્મીઓ માટે આરોગ્ય તપાસણી માટેની શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા હી સેવાઃઅમરેલી શહેરમાં સઘન સફાઇ

Recent Comments