ગુજરાતની જાણીતી ૨૧ વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તે આગામી ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા તેણે આજે અમદાવાદમાં કોરોના વેક્સિન લીધી હતી. સ્વિમરે શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરના રસીકરણ કેન્દ્રમાં કોરોના વેક્સિનનો બીજાે ડોઝ લીધો હતો. મૂળ અમદાવાદની માના પટેલ જાપાન ઓલિમ્પિકમાં ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે, જ્યાં તે દેશનું નામ રોશન કરશે.
ઓલિમ્પિક્સમાં ખેલાડી ભાગ લે તે પૂર્વે વેક્સિનેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. ખેલાડીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓલિમ્પિક્સ કમિટી દ્વારા આ ર્નિણય લેવામાં આવેલો છે. માના પટેલે સ્વાસ્થ્ય અને સુરક્ષાના હેતુસર અગાઉ કોરોનાનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. હવે જ્યારે ૨૧ દિવસ બાદ ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહી છે ત્યારે તેણીએ પોતાની અને અન્ય ખેલાડીઓની સુરક્ષા અને કોરોના સામેની સલામતીને ધ્યાનમાં રાખીને વેક્સિનનો બીજાે ડોઝ મેળવીને કોરોના રસીકરણ પૂર્ણ કર્યું છે.
કોરોના રસીકરણ અંગે માના પટેલનું કહેવું છે કે, કોરોના મહામારી સામે કોરોના વેક્સિનેશન જ અમોઘ શસ્ત્ર છે. ત્યારે દરેક નાગરિકે કોરોના રસીકરણ જરૂરથી કરાવીને પોતાને કોરોનાથી સુરક્ષિત કરવા જાેઇએ. અર્બન હેલ્થ સેન્ટરના હેલ્થકેર વર્કર્સે માના પટેલના કોરોના રસીકરણ બાદ તેને ટોક્યો ઓલિમ્પિક્સ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
Recent Comments