હરણી તળાવમાં સર્જાયેલી હોનારત એ સંપૂર્ણપણે માનવસર્જિત હતી અને બેદરકારીને કારણે જ માસૂમ ભૂલકાઓએ તેમનો જીવ ગુમાવ્યો હતો. દુર્ઘટના અંગેનો હ્લજીન્ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં થયેલા ચોંકાવનારા ખુલાસાથી ફરી સાબિત થયું છે કે હરણીની ઘટના એ હોનારત નથી, પરંતુ માનવસર્જિત છે. હરણી તળાવની દુર્ઘટનામાં પોલીસ અને હ્લજીન્ની તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. બોટ બનાવનાર કંપની દ્વારા પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડવામાં આવી છે. બોટ બનાવનારા કંપની સંચાલકોએ પૂછપરછમાં જણાવ્યું છે કે, અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી. જેમાં દોઢ ટન વજન કરવામાં આવ્યું હતું. હરણીના લેકઝોન ખાતે ૧૮મી જાન્યુઆરીના રોજ શહેરની ન્યૂ સનરાઇઝ શાળાના બાળકો પ્રવાસમાં આવ્યા હતા.
જ્યાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતાં ૧૨ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ ૧૪ લોકોના મોત નીપજ્યા હતા. હરણી લેક ઝોન દુર્ઘટના મામલે રાજ્ય સરકારે કલેક્ટરને તપાસ કરી ૧૦ દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો. ૧૦ દિવસની મુદ્દત પૂર્ણ થતાં કલેક્ટર રાજ્ય સરકારને રિપોર્ટ સોંપી શકે છે. કલેક્ટરના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર જવાબદારો સામે પગલાં ભરશે. તો દુર્ઘટનાના ૧૧ દિવસ બાદ પોલીસે મુખ્ય આોપી નિલેશ જૈનની ધરપકડ કરી છે. ઘટના બાદથી આરોપી નિલેશ જૈન ફરાર હતો. ડોલ્ફીન એન્ટરમેન્ટના નિલેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે. નિલેશ જૈનને ૧૦ મહિના અગાઉ બોટિંગનો કોન્ટ્રાકટ અપાયો હતો. નિલેશ જૈન બાદ તેઓના ભાગીદારો જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ૩ આરોપીઓ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા. ધરપકડનો કુલ આંક ૧૩ પર પહોંચ્યો છે. જ્યારે હજુ પણ ૬ આરોપીઓ ફરાર છે.



















Recent Comments