અમરેલી

હવે શ્રી કરજાળા પ્રાથમિક શાળા સી.સી.ટી.વી. થી સુસજ્જ થશે.

સાવરકુંડલા તાલુકાની સરકારી પ્રાથમિક શાળા શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં શ્રી કનુભાઈ કુકાભાઈ વાડદોરિયા તથા સ્વ.લાભુભાઈ કુકાભાઈ વાડદોરીયાના પરિવાર દ્વારા પ્રાથમિક શાળાની સુરક્ષા હેતુ સહ આઠ જેટલા એચડી કિંમતી સીસીટીવી કેમેરા અને તેના સંપૂર્ણ સેટનું ફીટીંગ કરાવી આપવામાં આવેલ છે. વાડદોરિયા પરિવાર દ્વારા સત્સંગ કાર્યક્રમ તેમજ રામનવમી ઉજવણી ઉત્સવ અને શેલકાંઠા હનુમાનજી મહારાજની જન્મ જયંતી ઉત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમના આયોજનના પ્રસંગે આ પરિવારના શ્રી મુકેશભાઈ, મગનભાઈ, મહેશભાઈ , માણેકભાઈ , અતુલભાઇ અને નીતિનભાઈએ પ્રાથમિક શાળાના કેમ્પસની મુલાકાત લઈને સીસીટીવી કેમેરા ફીટ કરાવી આપેલ છે. જે બદલ શાળા પરિવાર વાદડોરિયા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.એમ શાળાના આચાર્ય મુકેશભાઈ કથીરીયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Related Posts