ગુજરાત

હિંમતનગરની અંદર રામનવમીના દિવસે ભડકેલી હિંસાના પગલે 50 પરિવારોને સ્થળાંતરણ કરવાની ફરજ પડી

સાબરકાંઠાના હિંમતનગરની અંદર રામનવમીના દિવસે ભડકેલી હિંસાના કારણે છમકલાઓ દિવસ પહેલા થયા હતા. ખુદ ગૃહમંત્રી ત્યાં દોડી આવ્યા હતા અને ગઈ કાલે મુખ્યમંત્રીએ પણ બેઠક સા મામલે બોલાવી હતી.   વણઝાર વાસ ના અંદાજિત 50 પરિવારોને સ્થળાંતરણ કરવાની ફરજ પડી છે. ત્રણ દિવસમાં50 પરિવારો એ હિજરત કરી છે. જો કે ગઈકાલ સવાર સુધીમાં ભયના માહોલ વચ્ચે 7થી 8 પરીવાર સ્થળાંતર કરી ગયા હતા ત્યારે વધુ 43 લોકોએ ગઈ કાલથી આજ સુધીમાં સ્થળાંતરણ કર્યું છે.   પેટ્રોલ બોમ્બ પથ્થર મારો સોમવારની ગત રાત્રે થયો હતો જેના કારણે ફરી લોકોમાં ભયનો માહોલ છે. આ ભયનો મહોલ નાના બાળકથી લઈ સ્થાનિકોમાં છે. વણઝારા વાસમાંથી કેટલાક સ્થાનિકો સ્થળાંતર કરી રહ્યા છે.   પેટ્રોલ બોમ્બ સોમવારે રાત્રે નાખવામાં આવ્યા હતા. જેથી આજે વહેલી સવારે વાહનો સાથે ઘરવખરીનો સામાન ભરી હીજરત કરી ગયા છે. આ લોકોને એવું લાગી રહ્યું છે કે, ઘર સુધી પેટ્રોલ બોમ્બ જો આવી શકે છે તો ગમે ત્યારે ઈજા થાય તેવી શક્યતા છે. પોલીસની ટીમ દ્વારા સલમતીની અપિલ લોકોને કરવામાં આવી રહી છે.    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અને ગૃહ વિભાગને સ્પષ્ટપણે જણાવ્યું કે, પોલીસ તંત્ર સમાજ જીવનની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડકાઇથી પેશ આવે.   આ પરિસ્થિતિ વચ્ચે પણ લોકો હિજરત કરી રહ્યા છે. રામનવમીની ઉજણી પર ગુજરાતમાં હિંસાનો માહોલ જોવા મળ્યો છે. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા. સાબરકાંઠામાં શોભાયાત્રા દરમિયાન હિંસા થતાં છાપરીયા વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.    સાબરકાંઠાથી હિંમતનગર માં છ જેટલા વિસ્તારોમાં 144ની કલમ લગાવવામાં આવી છે 13 એપ્રિલ સુધી આ કલમ અહીં રહેશે આરએએફ સાથેની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે જેમાં પેટ્રોલિંગ પણ અત્યારે હાથ ધરી દેવામાં આવ્યું છે.

Related Posts