બોલિવૂડ

હિન્દી સિનેમાની ૯૦ના દાયકાની લોકપ્રિય એક્ટ્રેસ રવિના ટંડન વિષે જાણો રસપ્રદ વાતો..

હિન્દી સિનેમાની ૯૦ના દાયકાની સુંદર અને લોકપ્રિય બોલીવુડ હિરોઈન રવિના ટંડન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ એક્ટ્રેસની બ્યુટીના હજી પણ લાખો ચાહકો છે. ટીપ-ટિપ બરસા પાની જેવા બોલ્ડ ગીતોથી આખી દૂનિયામાં ધૂમ મચાવનારી અભિનેત્રી વિશે કેટલીક રસપ્રદ વાતો જાણો. રવિના ટંડન ફિલ્મી પરિવારમાંથી આવે છે. તેમના પિતા રવિ ટંડન તેમના સમયના એક ફેમસ ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર હતા. જેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. અભિનેત્રી જાણીતા કેરેક્ટર કલાકાર મેક મોહનની ભત્રીજી પણ છે. રવિનાએ માત્ર ૧૭ વર્ષની નાની ઉંમરમાં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું અને કેરેક્ટર પ્લે કર્યા હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રવીના મજબૂરીને લીધે મોડલ બની હતી. એટલું જ નહીં ઘણી સમજાવટ પછી તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું… રવિના માત્ર ભારતના લોકોમાં જ નહીં પરંતુ પાકિસ્તાનના લોકોમાં પણ તે ખૂબ જ લોકપ્રિય હતી. ભારતની સરહદ પાર પણ લોકો તેમના માટે દિવાના હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, એકવાર પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈનિકોના મૃતદેહોના બદલામાં રવિના ટંડનની માંગ કરવાનું શરૂ કર્યું. તે ખૂબ જ બાલિશ વાત હતી, પરંતુ આના પરથી આપણે તેની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે રવિના ટંડને વર્ષ ૧૯૯૧માં ફિલ્મ ‘પત્થર કે ફૂલ સે’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન જાેવા મળ્યો હતો. રવિનાએ તેની પહેલી જ ફિલ્મથી લોકોના દિલ જીતી લીધા હતા. આ પછી અભિનેત્રીએ વર્ષ ૧૯૯૪માં ‘મોહરા’માં કામ કર્યું હતું. આ ફિલ્મના ગીત ‘ટિપ-ટિપ બરસા પાની’એ ધૂમ મચાવી હતી. આ પછી અભિનેત્રી ‘દિલવાલે’, ‘અંદાઝ અપના-અપના’ અને ‘દુલ્હે રાજા’ જેવી ઘણી ફિલ્મોમાં જાેવા મળી.

Related Posts