અમરેલી

હિમકર સિંહ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ માટે જિલ્લા સલાહકાર સમિતિની રચના કરવામાં આવી

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અમરેલી જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ માટે જિલ્લા સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કેજિલ્લાના વિદ્યાર્થીઓનું એક આદર્શ નાગરિક તરીકે ઘડતર થાયજવાબદાર નાગરિક તરીકે તેમની સ્વયં શિસ્ત બને અને વિકસે સાથોસાથ સામજિક સુરક્ષા માટે વિદ્યાર્થીઓ પોલીસ તંત્રને સહયોગ આપી શકે તે માટે

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અમરેલી જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ માટે વિશેષ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જિલ્લામાં આ કામગીરીને વધુ સફળ બનાવવા માટે પોલીસ તંત્રને શિક્ષણપરિવહનવન અને પર્યાવરણનશાબંધી અને આબકારીરમત ગમતઆરોગ્ય સહિતના વિભાગ અને કચેરીઓનો સહયોગ સાંપડશે. મહત્વનું છે કેજિલ્લામાં વર્ષ – ૨૦૧૪થી સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ અમલી છે.

Related Posts