ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમા ખાેરાક માટે વન્યજીવાેના શિકારની ઘટનાઅાે અવારનવાર બહાર અાવતી રહે છે. વધુ ઘટના ધારી તાલુકાના હીરાવા ગામની સીમમા બની હતી. જયાં બે શખ્સાેઅ ખાેરાક માટે ચિંકારાનાે શિકાર કર્યાે હતાે. ગઇરાત્રે હિરાવાની સીમમા અેક વાડીમા કેટલાક શખ્સાે શિકાર રાંધી રહ્યાં હાેવાની બાતમી મળી હતી.
જેના પગલે વનવિભાગના સ્ટાફે અહી તાબડતાેબ દરાેડાે પાડયાે હતાે. વાડીમાથી હિરાવાના રાજુ માધા મકવાણા (ઉ.વ.45) અને હસમુખ માધા મકવાણા (ઉ.વ.32) નામના બે ભાઇઅાે ચિંકારાના રાંધેલા માંસ સાથે મળી હતા.પ્રાથમિક તપાસમા વિગત ખુલી હતી કે અહી જાળમા ફસાવી ચિંકારાનાે શિકાર કરવામા અાવ્યાે હતાે. અને બાદમા તેનુ માંસ રાંધવામા અાવ્યું હતુ. તે સ્થળેથી વનવિભાગને રાંધેલા માંસ ઉપરાંત ચિંકારાની ખાેપરી અને શરીરના અન્ય અવશેષાે પણ મળી અાવ્યા હતા. વનતંત્ર તુરંત બંનેને અટકાયતમા લીધા હતા. ચિંકારાના શિકારમા હજુ વધુ કેટલાક શખ્સાે સંડાેવાયેલા હાેવાની શકયતા જાેવાઇ રહી છે.
હિરાવાની સીમમા ચિંકારાનાે શિકાર કરનાર શખ્સાે તેના શરીર પરથી માંસ ઉતારી લીધા બાદ અવશેષાે ઘટના સ્થળે પડયા હતા. જયારે ચિંકારાનુ ચામડુ વાડીના કુવામા ફેંકી દીધુ હતુ. વનકર્મી કુવામા ઉતરી ચામડુ કબજે લીધુ હતુ. ઉપરાંત શિકારમા વપરાયેલ કુહાડી પણ કબજે લેવામા અાવી હતી.
Recent Comments