રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જાે કે આખી દુનિયાના ઘણા મોટા દેશ ઇચ્છે છે કે આ યુદ્ધનો અંત આવે, પરંતુ તમામ પ્રયાસો પછી પણ આવું ન થઈ શક્યું નથી. આ સાથે જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધને લઈને મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે તેમના માટે આ કામ માત્ર એક દિવસનું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જાે આગામી ચૂંટણીમાં તેમની સરકાર બને છે અને તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બને છે તો તેઓ એક દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવશે. ટ્રમ્પનું કહેવું છે કે વર્તમાન રાષ્ટ્રપતિ બિડેન સહિત બાકીના નેતાઓમાં આ બાબતને ખતમ કરવાની ક્ષમતા જ નથી. ત્યારે તેઓએ દાવો કર્યો છે કે તેઓ આ યુદ્ધને માત્ર એક જ દિવસમાં ખતમ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી બંને સાથે તેમના સંબંધો ઘણા સારા છે. તેમણે કહ્યું કે જાે તેઓ ચૂંટણી બાદ સરકારમાં પાછા ફરશે તો તેઓ બંને નેતાઓ વચ્ચે સમજૂતી કરશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ આ લાંબા સમયથી ચાલતા યુદ્ધને એક દિવસમાં ખતમ કરી દેશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પુતિન અને ઝાલેસ્કી બંને ખૂબ જ સ્માર્ટ લીડર છે. આ સાથે તેણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની પણ પ્રશંસા કરી હતી. બિડેનનું નામ લીધા વિના ટોણો મારતા તેમણે કહ્યું કે અમારી પાસે આવા નેતા છે, જે નથી જાણતા કે શું થઈ રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના ઈતિહાસનો આ સૌથી ખરાબ સમયગાળો છે. તે જ સમયે, ટ્રમ્પે કહ્યું કે તે ઝેલેન્સકી અને પુતિન બંને નેતાઓને ખૂબ સારી રીતે જાણે છે અને ખૂબ સારા સંબંધો છે. આવી સ્થિતિમાં યુદ્ધ સમાપ્ત કરવાનો માર્ગ સમજાવતા તેમણે કહ્યું કે હું ઝેલેન્સકીને કહીશ કે તમારે રશિયા સાથે સોદો કરવો પડશે. તે જ સમયે, હું પુતિનને કહીશ કે જાે રશિયા સમાધાન નહીં કરે, તો હું યુક્રેનની મદદ કરીશ અને તેને તે આપીશ જે તેને ક્યારેય મળ્યું નથી. મને લાગે છે કે આના પર બંને તૈયાર થઈ જશે અને સમાધાન થઈ જશે.
હું ૨૪ કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવીશ : ટ્રમ્પ

Recent Comments