fbpx
ગુજરાત

હેડ ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ સામે આવતા ફરી ગૌણ સેવા મંડળની બેદરકારી સામે આવી

ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે પણ આમ આદમી પાર્ટીના યુથ વિંગ દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે. આમ આદમી પાર્ટીના યુથ વિંગના સંગઠન મંત્રી નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે પેપરલીક મુદ્દે આજે આવેદનપત્રની જાહેરાત બાદ રાતે મારા અને યુવરાજસિંહના ઘરે પોલીસ પૂછપરછ માટે આવી હતી. પરંતુ અમારા કાર્યક્રમ આજના યથાવત છે. અમે આજે ગૌણ સેવા પસંદગી મંડળ અને દરેક મહાનગરોમાં પુરાવા સાથે આવેદનપત્ર આપીશું. યુવરાજના જણાવ્યા અનુસાર ઉંછા ફાર્મ હાઉસમાં સાબરકાંઠાના ૧૬ ઉમેદવારોની પાસેથી વ્યક્તિ દીઠ ૧૨ લાખ રૂપિયા લઇ રાત્રે નવ વાગ્યે પેપર હાથમાં આપ્યાં હતાં. તે સાથે કેટલાંક સોલ્યુશનના પુસ્તકો આપી તેમાંથી જવાબ પણ શોધી લેવાયાં હતાં. પરંતુ ૨૦૦માંથી અમુક પ્રશ્નોના જવાબ ન મળતાં કેટલાંક ભરતી પરીક્ષાના ટ્રેઇનરોને બોલાવીને તેમના થકી બાકીના પ્રશ્નો સોલ્વ કરાયાં હતાં. સાબરકાંઠામાં પ્રશ્નો સોલ્વ થયાં બાદ તેના જવાબો સોશિયલ મીડિયા મારફતે અન્ય શહેરોમાં મોકલાયાં હતાં. પરીક્ષાના સમયના બે કલાક પહેલાં તમામને જવાબો મળી ગયાં હતાં. વડોદરાના ૩ તથા ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છના ૧-૧ પરિક્ષાર્થીને આ જવાબો મળ્યા હોવાનો આક્ષેપ થયો હતોરવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની ૧૮૬ જગ્યાઓની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાંનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. આ બાબતે આજે ૧૫ ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના યુથ વિંગ દ્વારા ગુજરાતના તમામ જીલ્લા અને મહાનગરોમાં કલેક્ટર મારફતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માંગણી તેમજ જવાબદારો અને કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવશે.

Follow Me:

Related Posts