હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટે જરૂરીયાતમંદ પરિવારો ના હિતાર્થ શરૂ કરેલ સેવાસેતુ દર્દીનારાયણો માટે આશીર્વાદ રૂપ
સુરત શહેર માં વિવિધ રોગો ના નિષ્ણાંત તબીબો એકજ જગ્યા એ કાયમી નિઃશુકલ તપાસ સેવા આપી શકે તેવા સુંદર ઉદ્દેશ સાથે હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન ધન્વંતરિ ના કૃપાપાત્ર દરેક પ્રકારના રોગો માટે ડાયજોનેશન નિદાન કરવા ના પ્રખ્યાત અને નિષ્ણાંત ડોક્ટરો સેવા આપી શકે તે માટે “સેવાસેતુ” નામે સેવાયજ્ઞ શરૂ કરવા માં આવ્યો જેમનો અલગ અલગ સમય પર આરોગ્ય સેવા આપવા આવનાર તબીબો જરૂરી મેડિકલ ઇન્સ્યુમેન્ટ સાથે માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતા સનાતન ધર્મ ના સદવિચારે હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટે સુરતના બધા જરૂરીયાતમંદ પરિવારોના સ્વાસ્થ્ય સુવિધા માટે સેવાસેતુ નું સંકલન કરાયું નિષ્ણાંત MD MS ન્યુરો સહિત ના તબીબી સેવા ઓનો પ્રારંભાયેલ હેલ્પીંગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત સેવાસેતુ નું આદરણીય માતા પિતા વડીલ દાદા દાદી ઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓ તેમજ અગ્રણી ઉધોગપતિઓની ઉપસ્થિતિ વચ્ચે ખુલ્લુ મુકવામાં આવ્યું
આ સેવાસેતુ સોપાન ને ખુલ્લુ મૂકવાના અવસરે અગ્રણી અને રાજકીય મહાનુભાવો તેમજ સુરતની નામી -અનામી સેવાકિય સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ ટ્રસ્ટી સેવાકિય સંસ્થા તથા સેવા સંસ્થા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કાર્યકરોની સ્વંયમ સેવી ઓની ઉપસ્થિતિ માં પ્રારંભ કરાયો જોત જોતા માં ખ્યાતનામ નિષ્ણાંત શહેર ના ૩૫ થી પણ વધુ નામચીન તબીબો એ પણ હાજરી આપી ઉદઘાટન ની શોભા વધારી હતી સર્વે આમંત્રિત માનવંતા મહેમાનો, સ્નેહીજનો, ઉધોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ, સેવા સંસ્થાઓ, સેવાસારથીઓ, સેવાકિય કાર્યકર્તાઓ, મિત્ર મંડળ, ન્યૂઝ મીડિયા, પ્રેસ મીડિયાનો હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટે સહદય પૂર્વક આભાર વ્યકત કર્યો હતો સેવાસેતુ નો મુખ્ય પ્રયોજન એ છે કે જેમાં જરૂરિયાતમંદ લોકો રાહતદર ના દવાખાના રાહતદર ની લેબોરેટરી નિષ્ણાંત ડોકટરો દ્વારા રાહતદરે સચોટ નિદાન અને સમયસર ની સારવાર સેવાનો લાભ લઇ શકે તેથી રાહતદર ની સુવિધા સાથે આ સેવાસેતુ નું સંકલન કરી એક સારા વિચાર ને ક્રિયાશીલ બનાવ્યો હતો સુરત શહેર માં આ સેવાયજ્ઞ “સેવાસેતુ” યોગી ચોક બાલાજી કપડાના શોરૂમની ઉપર એપલ સ્ક્વેર ની સામે સુરત ખાતે એક સામાન્ય પરિવારમાંથી આવતો આ સુખલકડી યુવાન માત્ર ૨૫ વર્ષની ઉંમરે સોશિયલ મીડિયાના માધ્યમથી સાચે જ માનવતા મહેકાવતા ફેલાવી જરૂરિયાતમંદ પરિવારો ને કરોડો રૂપિયા ની સિધ્ધિ મદદ પહોંચાડનાર
મહેશ ભુવા એ આ ભગીરથ સેવા યજ્ઞ નું સરાહનીય સંકલન કરી દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ કાર્ય કર્યું છે અત્યંગ ગરીબ દર્દીઓના ઘરે જઈને સોશિયલ મીડિયાના માધ્યમથી ૧૦ કરોડથી પણ વધુનું દાન એકત્રિત કરી જેતે દર્દીઓના બેંક એકાઉન્ટમાં જમા કરાવી અને માનવતા મહેકાવી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ગરીબ દર્દીઓને ઓપરેશન થયા છે અત્યાર સુધી અનેક દર્દીઓના સારવાર માટે આર્થિક અનુદાન એકત્રિત કરી અને દર્દીઓને સક્ષમ કર્યા છે, અનેક ગરીબોના ઘરમાં એમણે સત્કાર્યરૂપી રંગોળી પૂરી અને માનવતાને મહેકાવી છે કોઈપણ પ્રકારની પર્સનાલિટી કે માભો પાડવાની કોશિશ નહિ. એકદમ દેશી ઢબનો નિખાલસ યુવાન.સેવાના સારથીએવા મહેશભાઈ ભૂવા દ્વારા યોગીચોક વિસ્તારમાં હેલ્પિંગ ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી સેવા – સેતુ નામથી રાહત દરનું દવાખાનું તથા લેબોરેટરીનું શુભારંભ સમાજનું ગૌરવ એવા વસંતભાઈ ગજેરાના વરદહસ્તે કરવા આવેલ.
Recent Comments