હૈદરાબાદ મુકામે તારીખ ૮ ફેબ્રુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી યોજાયેલ પાંચમી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં રાજકોટના રઘુવંશી સમાજના નીલાબેન ચોટાઈએ ગ્રુપ ૬૦ પ્લસમાં દસ હજાર મીટર રનીંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કર્યું.
રાજકોટ ખાતે નિવાસ કરતાં નીલાબેન ચોટાઈ કે જે તાતણીયાના સ્વ. બાલુબાપા ગઢીયાની સુપુત્રી, ડો.રાધિકા ખખ્ખર તેમજ ડો. શૈલજા ગોકાણીના માતુશ્રી તેમજ સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીના માસીએ આ સ્પર્ધામાં ભાગ લઈને ગ્રુપ ૬૦ પ્લસમાં દસ હજાર મીટર રનીંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર ચોટાઈ પરિવાર તથા રાજકોટ અને ગુજરાતનું નામ રોશન કરેલ છે. આ ઉપરાંત ત્રિપલ જંપ તેમજ હાઈ જંપમા ત્રીજા સ્થાને આવીને પોતાનું શારીરિક કૌશલ્ય અને તંદુરસ્તીનો શ્રેષ્ઠ પરિચય આપ્યો છે. હવે તેણી આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે. તેમની આ ઝળહળતી સફળતા બદલ ઠેર ઠેરથી તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. એક વાત પણ આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે જો હૈયૈ હામ હોય અને કંઈક પ્રાપ્ત કરવાની બર્નિંગ ડિઝાયર હોય તો વ્યક્તિ પોતાના ઈચ્છિત લક્ષ સુધી પહોંચી શકે છે. ખાસકરીને ૬૦ પ્લસ પછી શારીરિક તંદુરસ્તી જાળવવી એ પણ એક કોયડારૂપ બાબત છે. જ્યારે નીલાબેન ચોટાઈ પોતે ફીઝીકલ ફીટનેસ માટે સતત સતર્કતા દાખવી યોગ્ય એક્સર્સાઇઝ અને નિયમિત પ્રેક્ટિસ દ્વારા પોતે નેશનલ લેવલે પોતાનું કૌશલ્ય અને કૌવત પ્રદર્શિત કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જેનું ચોટાઈ પરિવારને ભારોભાર ગૌરવ છે.
Recent Comments