fbpx
અમરેલી

હોટેલ/ગેસ્ટ હાઉસ માલિકોએ ગ્રાહક/મુસાફરોની માહિતી “પથિક” વેબ પોર્ટલ પર એન્ટ્રી કરવી

જિલ્લામાં “પથિક” સોફ્ટવેરના અમલીકરણ બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અમરેલી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ હોટેલ/ગેસ્ટ હાઉસ માલિકોએ હોટેલ/ગેસ્ટ હાઉસમાં રોકાણ કરનાર ગ્રાહક/મુસાફરોની માહિતી “પથિક” વેબ પોર્ટલ પર એન્ટ્રી કરવી. સરકાર દ્વારા પથિક (PATHIK-Programme for Analysis of Travelers and Hotel information)  વિકસિત કરવામાં આવી છે, જેનું સર્વર ક્રાઈમ બ્રાંચ,અમદાવાદ ખાતે કાર્યરત છે.

ક્રાઈમ બ્રાંચના સોફ્ટવેર સાથે રજીસ્ટર થયેલા હોય તે હોટલધારક જ અને ત્યાંથી આપવામાં આવેલા યુઝર નેઈમ અને પાસવર્ડ થકી જ પોર્ટલ પર માહિતીની એન્ટ્રી કરી શકાશે. સમયમર્યાદામાં ગુનાઓ બનતા અટકાવવા અને ગુનાઓના ડિટેક્શનમાં પણ ટેક્નોલોજી મદદરુપ થઇ શકે તેમ છે. ગુનાઓ અને આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા આ પથિક સોફ્ટવેર મદદ કરે છે. પથિક સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી માટે બહુમાળી ભવન, એ બ્લોક, પ્રથમ માળ, રુમ નં.૧૦૨, એસ.ઓ.જી. શાખા, અમરેલી ખાતેથી યુઝર આઈ-ડી અને પાસવર્ડ દિન-૧૦માં મેળવી લેવાના રહેશે. આ હુકમ તા.૧૭.૧૦.૨૦૨૩ થી તા.૧૭.૧૨.૨૩ બંને દિવસો સહિત અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર રહેશે.

Follow Me:

Related Posts