હોલીવુડના ટોમ હોલેન્ડ સાથે શાહરુખ અને સલમાનની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનને એકસાથે જાેવું એ ફેન્સ માટે કોઈ ખુશીથી ઓછું નથી. પઠાણમાં પણ બંનેને લાંબા સમય બાદ મોટા પડદા પર જાેઈને તેમના ફેન્સની ખુશીની કોઈ સીમા ન રહી. લોકોને સલમાન અને શાહરૂખની કંપની ખૂબ જ પસંદ છે. તાજેતરમાં, જ્યારે સલમાન દ્ગસ્છઝ્રઝ્રના લોન્ચિંગમાં શાહરૂખના પરિવાર સાથે જાેવા મળ્યો હતો, ત્યારે ફેન્સના દિલ ખુશ થઈ ગયા હતા. જાેકે, આવો નજારો પહેલીવાર જાેવા મળ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ તસવીરમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન ફરી એકવાર સાથે જાેવા મળી રહ્યા છે. જાેકે, ઈન્ડસ્ટ્રીના આ બે મોટા ખાનની સાથે હોલીવુડનો સ્પાઈડરમેન પણ શાહરૂખ અને સલમાન સાથે જાેવા મળ્યો હતો. વાયરલ તસવીરમાં સલમાન અને શાહરૂખ ક્લાસી ફોર્મલ કપડામાં જાેવા મળી રહ્યા છે. તે જ સમયે નીતા અંબાણી, હોલીવુડ સુપરસ્ટાર ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયા પણ બંને સ્ટાર્સ સાથે પોઝ આપતા જાેવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબજ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર શેર થતાં જ ફેન્સ ચોંકી ગયા હતા.
કેટલાકે તેને ‘પિક્ચર ઓફ ધ ડે’ કહ્યો અને ફાયર ઇમોજીસ શેર કર્યા. એક યુઝરે લખ્યું, “વાહ આઇકોનિક.” તે જ સમયે, ઐશ્વર્યા રાય અને તેની પુત્રી આરાધ્યા પણ આ તસવીરમાં બેકગ્રાઉન્ડમાં જાેઈ શકાય છે. જાે કામની વાત કરીએ તો, પઠાણ બાદ બંને ખાન ફરી એકવાર ટાઇગર ૩માં સાથે જાેવા મળશે. ટાઈગર ૩માં શાહરૂખ ખાન ખાસ કેમિયો કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મનું શૂટિંગ હાલમાં મુંબઈમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી પણ લીડ રોલમાં જાેવા મળશે. તે જ સમયે, સલમાન ખાનની આગામી ફિલ્મો ‘કિસી કા ભાઈ અને કિસી જાન’ પણ રિલીઝ થવાની તૈયારીમાં છે.
Recent Comments