કેશોદમાં નગરપાલિકા સામે આવેલા નાથજી માર્કેટમાં અગાશી પરથી એક અજાણ્યો યુવાન નીચે પડી જતાં ઈજાગ્રસ્ત હાલતમાં કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા સામાન્ય સારવાર કરી બહાર કાઢી દેતાં હોબાળો મચ્યો હતો. કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના સામાજિક કાર્યકરો એકઠાં થઈ જતાં આ ઈજાગ્રસ્ત યુવાનને ફરી પાછો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવાનને વધારે સારવારની જરૂર હોય ઈમરજન્સી સેવા ૧૦૮ દ્વારા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે જ અચાનક ૧૦૮માં સીફ્ટ કરતાં જ મુત્યુ થયુ હતું. તો બીજી તરફ કેશોદ સીવીલ હોસ્પિટલમાં જવાબદાર સ્ટાફ દ્વારા પણ સામાજિક કાર્યકરો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. કેશોદ પોલીસે મૃત્યુ પામેલા આધેડની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. જન્માષ્ટમી પર્વ દરમ્યાન પણ કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવેલી છે. ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર આપવામાં ગેરરીતિઓ આચરવામાં આવી છે. ત્યારે જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.
હોસ્પિટલમાં સારવાર ન મળતાં યુવાનનું મોત,કાર્યકરોએ હોસ્પિટલ પર બેદરકારીનો કર્યો આક્ષેપ

Recent Comments