અમરેલી

૧૦૦૦૦ ચકલીના માળાના વિતરણ દ્વારા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાનો વિલુપ્ત થતી ચકલીને બચાવવાનો ભગીરથ પ્રયાસ

સાવરકુંડલા શહેરમાં આજરોજ વિશ્ર્વ ચકલી દિન નિમિત્તે અહીં પ્રકૃતિના સંવર્ધન અને ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે  વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા શહેર  તેમજ તાલુકામાં ૧૦૦૦૦ ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો. ચકલી ઘર અર્થાત્ ચકલીનાં માળા એ ચકલીનું આશ્રય સ્થાન ગણી વિલુપ્ત થતી નિર્દોષ ચકલીઓને બચાવવાની વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જે કોઈ વ્યક્તિને ચકલીના માળા જોતા હોય તેમણે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાનાયહેલ્પ લાઈન નબર મો. ૯૦૯૯૦૫૮૧૫૮ પર પોતાનું નામ ગામ એડ્રેસ અને મોબાઇલ નંબર લખીને રજીસ્ટ્રેશન કરાવવું આજના ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના યુગમાં વિલુપ્ત થઈ રહેલી ચકલીને બચાવીને પણ આપણે પર્યાવરણ સુધાર  ક્ષેત્રે આપણું યોગદાન આપી શકીએ.  ચકલીના માળા ઇચ્છુક વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવે એટલે  આ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે તેના ઘરે  પહોંચતાં કરવામાં આવશે.

Related Posts