કેન્દ્રીય રિઝર્વ બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટને બદલવા, જમા કરવાની સમય મર્યાદા ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩થી વધારી ૭ ઓક્ટોબર ૨૦૨૩ કરી દીધી છે. નોંધનીય છે કે મે મહિનામાં ભારતીય રિઝર્વ બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. રિઝર્વ બેન્ક તરફથી જાહેર અખબારી યાદી પ્રમાણે, નવી ડેડલાઇન ખતમ થયા બાદ એટલે કે ૮ ઓક્ટોબર ૨૦૨૩થી ૨૦૦૦ રૂપિયાની નોટને બેન્કમાં જમા/બજલવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવશે. એકવારમાં ૨૦૦૦ રૂપિયાની બેંકનોટ વધુમાં વધુ ૨૦૦૦૦ રૂપિયાની મર્યાદામાં બદલી શકાય છે.
તમે રિઝર્વ બેન્કના ૧૯ કાર્યાલયોમાં ઈન્ડિયા પોસ્ટના માધ્મયથી ૨૦૦૦ રૂપિયાની નોટ મોકલી શકો છો. આ કાર્યાલયમાં ૨૦૦૦ની બેંક નોટ કોઈ મર્યાદા વગર જમા કરી શકાય છે.જાે ૭ ઓક્ટોબર સુધી કોઈ બેન્ક ૨૦૦૦ રૂપિયાની નોટને બદલવા કે જમા કરવાની ના પાડે તો તમે રિઝર્વ બેંકની વેબસાઇટ પર તેની ફરિયાદ કરી શકો છો. જાે બેન્ક ફરિયાદ નોંધાયાના ૩૦ દિવસની અંદર જવાબ આપવામાં નિષ્ફળ રહે કે ફરિયાદી બેંકની પ્રતિક્રિયા કે સમાધાનથી અસંતુષ્ટ રહે તો ગ્રાહક આ પ્રક્રિયાને આગળ વધારી શકે છે. ગ્રાહક રિઝર્વ બેન્કના લોકપાલને ફરિયાદ કરી શકે છે. સેન્ટ્રલ બેંકે ૩૦ સપ્ટેમ્બરે અખબારી યાદીમાં જણાવ્યું કે તેણે સમીક્ષાના આધાર પર એક સપ્તાહનો વધારાનો સમય આપવાનો ર્નિણય લીધો છે. રિઝર્વ બેંકે કહ્યું કે વાપસી પ્રક્રિયાનો નક્કી સમય સમાપ્ત થવાનો છે. એક સમીક્ષાને આધાર પર તે ર્નિણય લેવામાં આવ્યો કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવા કે બદલવાની વર્તમાન વ્યવસ્થાને ૭ ઓક્ટોબર ૨૦૨૩ સુધી યથાવત રાખવામાં આવે.
Recent Comments