૨૦૨૨ની ચૂંટણી મુખ્યમંત્રી રુપાણીના નેતૃત્વમાં જ લડવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી કામગીરી અગેનો અભિનંદન ઠરાવ પસાર કરાયો
ભાજપની આજે મંગળવારે પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી. કોરોના મહમારી વચ્ચે ૨ વર્ષ બાદ આ બેઠક યોજાઈ હતી. આ બેઠક પ્રદેશ કારોબારી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વચ્ર્યુઅલ રીતે યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ જાેડાયા હતા.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, બેઠકમા ૮૫ ટકા લોકો હાજર રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં કરેલી કામગીરી માટેનો અભિનંદન ઠરાવ પસાર કરાયો હતો. કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પળાયુ હતું. કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટેના પગલાંઓ અંગેની માહિતી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આપી હતી.
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં કેન્દ્ર તરફથી નરેન્દ્ર મોદી ભાજપના આગેવાન હશે. જ્યારે રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડવામાં આવશે. ૨૦૨૨ની ચૂંટણીઓ અંગેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે.
Recent Comments