fbpx
અમરેલી

૨૧મી જુન – ૨૦૨૪નાં રોજ અમરેલી શહેરમાં વિશ્વ યોગ દિનની શાનદાર ઉજવણી કરવામાં આવશે.

તે પહેલા અમરેલી નગરપાલીકા વિસ્તારનાં તમામ નગરજનો આ યોગ અંગેની જાગૃતિ અર્થે વોર્ડ ૧ થી ૧૧માં ૧૬મી જુન થી ૨૦મી જુન સુધી દરરોજ કાર્યક્રમ યોજવામાં આવશે. અમરેલી નગરપાલીકાનાં ચીફ ઓફીસરશ્રી એચ.કે.પટેલની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્રારા ૨૧મી જુનની વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. માનવીની તંદુરસ્તી તેમજ આરોગ્યલક્ષી જીવન માટે યોગ આવશ્યક છે અમરેલી શહેરનાં નગરજનોમાં યોગ અંગેની જાગૃતતા ફેલાવવાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમા તારીખ ૧૬મી જુનનાં રોજ સવારનાં ૬:૩૦ કલાકે વોર્ડ નં. ૧ અને ૨ માટે એન.ડી. સંઘવી રૂપાયતન સ્કુલ મણીનગર ખાતે તારીખ ૧૭મી જુનનાં રોજ વોર્ડ નં. ૩ માટે સવારનાં ૬:૩૦ કલાકે બ્રહમેશ્વર મહાદેવ મંદિર બ્રાહમણ સોસાયટી ખાતે તારીખ ૧૮મી જુનનાં રોજ વોર્ડ નં. પમાં ભોજલરામ પ્રાથમિક શાળા કેરીયા રોડ ખાતે ૧૯મી જુનનાં રોજ વોર્ડ નં. ૬માં હિરકબાગ ફાયર સ્ટેશન ખાતે અને સવારનાં ૬:૩૦ કલાકે વોર્ડ -૭માં તાલુકાશાળા લાયબ્રેરી પાસે અને વોર્ડ નં. ૮માં સરસ્વતી વિદ્યા મંદિર, ઓમનગર જેશિંગપરા ખાતે તા. ૨૦મી જુન નાં રોજ સવારનાં ૬:૩૦ કલાકે વોર્ડ નં. ૦ અને ૧૧ માટે રામેશ્વર મંદિર સરદાર ચોક, ખાતે તેમજ વોર્ડ નં. ૧૦ માટે મંગળાબેન બાલમંદિર ખાતે યોગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરીજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Follow Me:

Related Posts