૨૧ હજાર કરોડનું હેરોઈન પ્રકરણમાં પાકિસ્તાની આતંકી સંગઠનોની સંડોવણી
મુન્દ્રા ખાતે આ પકડી પડાયેલા આ ડ્રગ્સમાં અત્યાર સુધી કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરાઇ છે. જ્યારે છ આરોપીઓ હજુ પણ ફરાર છે. આ ડ્રગ્સ તા.૧૩/૦૯/૨૦૨૧ના પકડાયુ હતું. જેમાં ડીઆરઆઇ ગાંધીધામ દ્વારા મુન્દ્રા પોર્ટ ખાતે ૨૯૮૮.૨૧ કિલો માદક પદાર્થ (હેરોઇન) જપ્ત કરાયો હતો. આ હેરોઇનનો જથ્થો આશી ટ્રેડિંગ કંપની દ્વારા આયાત કરવામાં આવ્યો હતો. અને અફઘાનિસ્તાનના કંદહાર સ્થિત હસન હુસૈન લિમિટેડ દ્વારા નિકાસ કરવામાં આવ્યો હતો. આ હેરોઇન ઈરાનના બંદર અબ્બાસ પરથી મુન્દ્રા પહોંચ્યો હતો. અફઘાનિસ્તાનમાંથી નીકળતા સેમી-પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સના આયાત કન્સાઇનમેન્ટમાં આ માદક દ્રવ્યો છુપાવવામાં આવ્યા હતા. તપાસ એનઆઇએને સોંપાયા બાદ તા. ૬/૧૦/૨૧ના રોજ કેસ ફરીથી નોંધ્યો હતો.
તપાસ દરમિયાન એવુ પણ બહાર આવ્યું હતું કે જે આરોપીઓના નામો ખુલ્યા છે તેઓએ ભારતમાં માદક દ્રવ્યોની દાણચોરી અગાઉ પણ કરી હતી. જે અંગે ડીઆરઆઇ દિલ્હી ઝોનલ યુનિટ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યાં વેરહાઉસમાંથી ૧૬.૧૦૫ કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. દિલ્હીની સાથે એક કેસ તા. ૦૧/૦૭/૨૧ના પંજાબના હોશિયારપુરમાં નોંધાયો હતો. જેમાં ૨૦.૨૫૦ કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ બે ગુનાઓ પણ મુન્દ્રા ડ્રગ્સ કેસમાં જાેડાયેલા ગુના તરીકે સમાવવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનની હસન હુસૈન લિ કંપનીના આરોપી મોહમ્મદ હુસૈન દાદ અને મોહમ્મદ હસન દાદ તથા ભારતીય આશ ટ્રેડિંગ કંપનીનાના આરોપીઓ એમ સુધાકર, ડીપી વૈશાલી, રાજકુમાર પેરુમલ તેમજ અન્યોએ મોટા જથ્થાની દાણચોરી કરવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. સેમી પ્રોસેસ્ડ ટેલ્કના કન્સાઇનમેન્ટમાં છુપાવીને ભારતમાં માદક દ્રવ્યો સપ્ટેમ્બર ૨૦૨૧માં મોકલવામાં આવ્યા હતાં. અફધાન નાગરિક આરોપીઓ મોહમ્મદ હસન હુસૈન દાદ અને મોહમ્મદ હસન દાદ તથા તેની સાથેના અન્ય આરોપીઓની તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા હતા.
જેમાં આ શખ્સોની સાંઠગાંઠ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે બહાર આવી હતી.સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા મુન્દ્રાના ૨૧ હજાર કરોડની હેરોઇન પ્રકરણમાં એનઆઇએ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં તપાસ એજન્સી દ્વારા અધિકારીત તરીકે આ પ્રકરણમાં હવે પાકિસ્તાની આતંકી સંગઠનોની પણ ભૂમિકા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં આતંકી સંગઠનોના ઇશારે આરોપીઓંએ હવાલા ચેનલનો ઉપયોગ કરી ડ્રગ્સ ઘુસાડવામાં ઘુસાડવામાં આવ્યું હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે. પકડાયેલા અધધ ૨૯૮૮.૨૧ કિલોગ્રામ નાર્કોટીક્સ ડ્રગ્સ જપ્તીમાં એજન્સીખે ૧૬ નાર્કો ટ્રાફિકર્સ સામે સ્પેશિયલ કોર્ટ અમદાવાદ સમક્ષ ચાર્જશીટ ફાઇલ કરી છે.
Recent Comments