૨૭ ટકા ઓબીસી અનામતનું વિધેયક તૈયારકાયદાપ્રધાન ઋષિકેશ પટેલ ૧૫ સપ્ટેમ્બરે વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરશે
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામતને લઈ મહત્વના સમાચાર છે. ૨૭ ટકા ઓબીસી અનામતનું વિધેયક તૈયાર થઈ ગયું છે. મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરતું વિધેયક તૈયાર કરાયું છે. ૧૫ સપ્ટેમ્બરે આ વિધેયકને કાયદાપ્રધાન ઋષિકેશ પટેલ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. વિધેયકમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ૧૯૪૯માં કલમ-૫ની પેટા કલમ ૬માં સુધારવાની જાેગવાઈ છે. જ્યારે કોર્પોરેશનમાં ૧૦ ટકાના બદલે ૨૭ ટકા ર્ંમ્ઝ્ર અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જાેગવાઈ છે. આ ઉપરાંત તમામ અનામત ૫૦ ટકાથી વધારે ન થાય તે અંગેની જાેગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે. સૌથી વધુ સુધારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમોમાં કરવામાં આવ્યા છે.
Recent Comments