ગુજરાત

૨ વર્ષથી કોરોના છતાં LD એન્જિનિયરિંગના ૧૧૭૫ વિદ્યાર્થીને ૩થી માંડી ૫ લાખ સુધીનું જાેબ પેકેજ ઓફર

એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ૨૦૨૦ અને ૨૦૨૧નું વર્ષ કોરોનાને લીધે વિકટ પસાર થયું હોવા છતાં પ્લેસમેન્ટ પર કોઈ માઠી અસર જાેવા મળી નથી. માર્ચ ૨૦૨૦થી ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં ૧૭૪ કંપનીએ ૬૨૧ વિદ્યાર્થીને જ્યારે ૨૦૨૧માં પાસ થયેલા ૫૫૪ વિદ્યાર્થીને વાર્ષિક રૂ.૩ લાખથી માંડી રૂ.૭ લાખ સુધીનું જાેબ પેકેજ ઓફર થયું છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯માં વિવિધ સેક્ટરની અંદાજે ૧૦૪ કંપનીએ પ્લેસમેન્ટમાં ભાગ લઈ કોલેજના છેલ્લા વર્ષના ૬૨૫ વિદ્યાર્થીને જાેબ ઓફર કરી હતી.પરંતુ ૨૦૨૦ અને ૨૦૨૧માં મળીને વિવિધ ક્ષેત્રની કંપનીઓએ ૧૧૭૫ વિદ્યાર્થીઓને જાેબ ઓફર કરી છે.પ્લેસમેન્ટમાં વાર્ષિક સરેરાશ રૂ.૫ લાખ સુધીનું પેકેજ ઓફર કરાઈ રહ્યું છે.

એલડી એન્જિનિયરિંગમાં હજુ ડિસેમ્બર સુધી પ્લેસમેન્ટ ચાલવાનું હોવાથી જાેબ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઊંચી જઈ શકે છે. એલ ડી એન્જિનિયરિંના પ્લેસમેન્ટ સેલના કો ઓર્ડિનેટર કોરોના દરમિયાન પણ કોલેજના પ્લેસમેન્ટ સેલે ઓનલાઈન કામગીરી સતત ચાલુ રાખી હતી. પ્લેસમેન્ટ માટેની તમામ પ્રક્રિયા એપ્ટિટ્યૂડ ટેસ્ટ, ગ્રૂપ ડિસ્કસન, પર્સનલ ઈન્ટરવ્યૂ સહિતની કામગીરી ઓનલાઈન કરાઈ હતી અને હાલ પણ ઓનલાઈન પ્લેસમેન્ટ ચાલુ છે.’કોલેજના વિવિધ ડિપાર્ટમેન્ટે કોરોનાના વિકટ સમયગાળામાં ઈન્ડસ્ટ્રીઝ સાથે અસરકારક સંપર્ક રાખ્યો તેમજ વધારાના પ્રયાસોના કારણે પ્લેસમેન્ટમાં ભાગ લેનારી કંપનીઓની અને ઓફર કરાયેલી જાેબ સંખ્યા જળવાઈ છે. સ્ટાર્ટઅપ, ઈનોવેશનના કારણે વિદ્યાર્થીઓને નોંધપાત્ર જાેબ પેકેજ ઓફર થયું છે. કોરોનાના સમયગાળામાં વિદ્યાર્થીઓનેસારી કંપનીઓ તરફથી નોંધપાત્ર જાેબ પેકેજ મળી રહે તે હેતુસર વિશેષ પ્રયાસો હાથ ધરાયા હતા. વિદ્યાર્થીઓને કંપનીની પ્રોફાઈલ, જાેબ પ્રોફાઈલ, જાેબ પેકેજ તેમજ કંપનીની ટર્મસ એન્ડ કન્ડિશન અંગે ઓનલાઈન માધ્યમથી માહિતગાર કરાયા હતા. સાથે જ તેમની પસંદગી પ્રમાણે ઈન્ટરવ્યૂ માટેની પસંદગી કરવામાં આવીા હતી.

Related Posts