સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મને હાલ થલાઈવર૧૭૦ તરીકે ઓળખવામાં આવે છે. એક્શન અને એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર આ ફિલ્મમાં રજનીકાંતની સાથે બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનો લીડ રોલ હોવાની અટકળો લાંબા સમયથી ચાલતી હતી. પ્રોડક્શન હાઉસ દ્વારા આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. જેના કારણે ૩૨ વર્ષ બાદ અમિતાભ બચ્ચન અને રજનીકાંતને સાથે સ્ક્રિન પર જાેવાની તક મળશે.
અમિતાભ બચ્ચન અને રજનીકાંતે અગાઉ ૧૯૯૧ના વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મ હમમાં સાથે કામ કર્યું હતું. તેમાં ગોવિંદા, કિમી કાટકર, દિપા સાહી, શિલ્પા શિરોડકર, અનુપમ ખેર, કાદર ખાન અને ડેની ડેન્ગઝપ્પા પણ મહત્ત્વના રોલમાં હતા. કાદરખાને ફિલ્મના ડાયલોગ્સ લખ્યા હતા અને ડાયરેક્શન મુકુલ આનંદે કર્યું હતું. ફિલ્મમાં અમિતાભ બચ્ચનના નાના ભાઈનો રોલ રજનીકાંતે કર્યો હતો. લક્ષ્મીકાંત-પ્યારેલાલ દ્વારા ફિલ્મના ગીતો તૈયાર થયા હતા. ફિલ્મના ડાયલોગ્સ અને ગીતો તે સમયે ખૂબ જાણીતા બન્યા હતા. ‘હમ’ બાદ રજનીકાંત અને અમિતાભ બચ્ચને ક્યારેય સાથે કામ કર્યું ન હતું.
તેમને સ્ક્રિન પર સાથે જાેવાની ઈચ્છા લાખો ચાહકોએ વ્યક્ત કરી હતી. ૩૨ વર્ષ બાદ તેઓ સ્ક્રિન શેર કરે તેવા સંજાેગ ઊભા થયાં છે. રજનીકાંતની ૧૭૦મી ફિલ્મનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જય ભીમ બનાવનારા ટી જે જ્ઞાનવેલ તેનું ડાયરેક્શન કરવાના છે. ફિલ્મમાં રાણા દુગ્ગુબાટી, ફહાદ ફાસિલનો સમાવેશ થઈ ચૂક્યો છે. આ ફિલ્મમાં રજનીકાંત પોલીસ ઓફિસરનો રોલ કરે તેવી શક્યતા છે. ફિલ્મને લાઈકા પ્રોડક્શન્સ દ્વારા બનાવવામાં આવશે. રજનીકાંતની વધુ એક ફિલ્મ થલાઈવર ૧૭૧ની પણ તૈયારી ચાલી રહી છે. લોકેશ કાનગરાજના ડાયરેક્શનમાં રજનીકાંત વધુ એક એક્શન ફિલ્મમાં જાેવા મળશે.
Recent Comments