કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આજે રાજ્ય સરકારના રજૂ થયેલા બજેટ વર્ષ 2024-25 મુદ્દે પત્રકારોને જણાવ્યું કે રાજ્યમાં મહેસૂલી ટેક્સની આવકમાં ખૂબ જ વધારો થયો છે, સામે લોકોને રાહતો આપવામાં સરકારે ખૂબ કંજુસાઈ કરી છે. જો સરકારે ખોટા ખર્ચા ઘટાડ્યા હોત તો, પ્રજાને રાહત આપી હોત અને પછી પુરાંત વારા બજેટના ગુણગાન કે વાહવાહી કરી હોત તો લોકોને આનંદ થાય. પરંતુ આવકો વધી, પ્રજાને કોઈપણ જાતની રાહત ન મળી. પ્રજાને અપેક્ષા હતી કે ગત વર્ષના બજેટમાં પણ ખાલી જાહેરાતો થઈ પણ આ વર્ષના બજેટમાં કઇ ચોક્કસ મળશે. પ્રજાની બે જે મુખ્ય બે સમસ્યાઓ છે કે મોંઘવારી અને બેરોજગારી. મોંઘવારીમાંથી છુટકારો મળશે અને યુવાનોને રોજગારી મળશે પરંતુ આ બંને આશાઓ ઠગારી નીકળી.
તેમણે મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારના બજેટને ટાંકીને કહ્યું કે રાજ્યમાં પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે, પ્રજાને આશા હતી કે આ બજેટમાં ગૃહિણીઓને 450 રૂપિયામાં ગેસનો બોટલ મળશે પરંતુ ગૃહિણીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું. કોઈપણ જાતની રાહત એમાં આપવામાં આવી નથી. લાખો બેરોજગાર યુવાનો રાહ જુએ છે અને ભરતીની તૈયારી કરે છે અને એવા યુવાનોનું ભવિષ્ય સુદઢ થાય એવું કોઈ નક્કર આયોજન જોવા મળ્યું નથી.
કર્મચારીઓને કર્મયોગી કહેતી સરકાર મુદ્દે તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર કામર્ચારીઑને કર્મયોગી તો કહે છે, ગુજરાત સરકારની આ યોજનાઑને લોકો સુધી પહોંચાડવામાં દિવસ રાત મહેનત કરતાં હોય એવા લાખો કર્મચારીઓને પણ એમ હતું કે ડબલ એન્જિન સરકાર છે, જૂની પેન્શન યોજના લાવવાની કોઈપણ વાત આ બજેટમાં કરવામાં આવી નથી.
દેવા કરીને કરવામાં આવતા સરકારી કાર્યક્રમોની ટીકા કરતાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની આવકો વધી સામે સરકારના ઉત્સવો અને તાયફા થયા અને તેનાથી લોકોને રાહતો ના મળી પણ રાજ્યનું દેવું વધ્યું. વર્ષ 2023-24 માં રાજ્ય સરકારનું દેવું હતું 3,77,362 કરોડ રૂપિયા જેનું વ્યાજ ચૂકવવામાં આવ્યું 25,212 કરોડ રૂપિયા તો ખાલી વ્યાજ માટે ખર્ચ થયો. આ વખતનો જે અંદાજ આપવામાં આવ્યો વર્ષ 2024-25, એ અંદાજ મુજબ રાજ્યનું દેવું થશે 4,26,380 કરોડ ગત વર્ષ કરતાં 50,000 કરોડ
…


















Recent Comments