ખજાનાની શોધની ફિલ્મો તો તમે ઘણી જાેઇ હશે, જેમાં એક નકશો દર્શાવામાં આવ્યો હોય અને પછી આખી ફિલ્મમાં નકશા દ્વારા ખજાનો શોધવામાં આવે. આવી જ એક ઘટના યુરોપમાં બની છે, વૈજ્ઞાનિકોએ યુરોપના સૌથી જૂના નકશાને ડીકોડ કરવાની કોશિશ થઇ રહી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે જાે આ નકશો ડીકોડ થઇ જશે તો તો આપણે ચાર હજાર વર્ષ જૂના ખજાના સુધી પહોંચી શકીશું. તમને જણાવી દઈએ કે આ પથ્થર વર્ષ ૨૦૦૧માં મળ્યો હતો અને ૨૦૧૪ સુધી લોકોથી ગાયબ થઈ ગયો હતો. આપણું વિશ્વ એક વણઉકેલાયેલા રહસ્ય જેવું છે.
આ જ કારણ છે કે જ્યારે પણ આવું કંઈક આપણી સામે આવે છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે. આ શ્રેણીમાં, આ દિવસોમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓએ ૪૦૦૦ વર્ષ જૂના એક પ્રાચીન પથ્થરમાં દોરેલા નકશાનો હલ કરવાની કોશિશ થઇ રહી છે. આ શોધ અંગે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ પથ્થર પર બનેલા રહસ્યમય નિશાન વાસ્તવમાં કોઈ ગુપ્ત ખજાનાનો નકશો હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પથ્થર કાંસ્ય યુગનો છે. જેને વર્ષ ૨૦૦૧માં યુરોપનો સૌથી જૂનો નકશો જાહેર કરવામાં આવ્યો હતો અને તે દિવસથી વૈજ્ઞાનિકોએ આ ચિત્રમાં બનાવેલી કોતરણીના છુપાયેલા રહસ્યને ડીકોડ કરવાનું શરૂ કર્યું હતું. આ નકશા અંગે વેસ્ટર્ન બ્રિટ્ટેની યુનિવર્સિટીના પ્રોફેસર યવન પૈલરે જણાવ્યું હતું કે પુરાતત્વીય સ્થળો શોધવા માટે આ નકશાનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી શકાય છે.
જાે તમને લાગે છે કે વૈજ્ઞાનિકોએ તેને સંપૂર્ણ રીતે હલ કરી દીધું છે, તો તમે અહીં ખોટા છો કારણ કે સંશોધકોને આ નકશાને સંપૂર્ણ રીતે સમજવામાં લગભગ ૧૫ વર્ષ લાગી શકે છે. જાે કે, જે રીતે વસ્તુઓ બદલાઈ રહી છે અને ટેક્નોલોજીમાં સુધારો થઈ રહ્યો છે તે જાેતા, આ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જાે આપણે તેને યોગ્ય રીતે હલ કરીએ તો આપણને એક મોટો ખજાનો મળી શકે છે અને આપણને ઈતિહાસની તે વાર્તાઓ વિશે પણ જાણવા મળશે જે હજુ સુધી વણઉકેલાયેલી છે.
Recent Comments