બ્રિક્સ સમિટ (મ્િૈષ્ઠજ જીેદ્બદ્બૈં)બાદ તરત જ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય પ્રવાસ પર યુરોપિયન દેશ ગ્રીસ પહોંચી ગયા છે. મોદીની મુલાકાતનું મહત્વ એ વાત પરથી સમજી શકાય છે કે ૪૦ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ગ્રીસની મુલાકાતે આવ્યા છે, જ્યારે આ પહેલા વર્ષ ૧૯૮૩માં ઈન્દિરા ગાંધી ગ્રીસ ગયા હતા. પીએમ મોદીની આ મુલાકાતે પાકિસ્તાન અને તેના ‘જીગરી’ દોસ્ત તુર્કીના હૃદયના ધબકારા વધારી દીધા છે. આ બંને દેશ ભારતના આ રાજદ્વારી ર્નિણય પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પીએમ મોદીની ગ્રીસ મુલાકાતને વૈશ્વિક ભાગીદારી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા તરીકે જાેવામાં આવી રહી છે. પીએમ મોદીની આ મુલાકાતમાં તેઓ ગ્રીસના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મળશે. આ દરમિયાન રોકાણ, સંરક્ષણ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. પીએમ મોદી ગ્રીસમાં એનઆરઆઈને પણ મળશે. ભૂમધ્ય સમુદ્રના કિનારે સ્થિત ગ્રીસ ભારતનું મુખ્ય સંરક્ષણ ભાગીદાર છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની ગ્રીસ મુલાકાતનો અર્થ શું છે અને પાકિસ્તાન અને તુર્કી સાથે શું સમસ્યા છે? ચાલો આવા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપીએ. વડાપ્રધાન મોદીની ગ્રીસ મુલાકાતનો અર્થ?.. જે જણાવીએ, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજાે ભૂમધ્ય સમુદ્રમાં વ્યૂહાત્મક તૈનાતી દરમિયાન ગ્રીસની મુલાકાત લઈ રહ્યાં છે. આ સિવાય તુર્કી સાથે ગ્રીસની દુશ્મનાવટ પણ ભારત સાથેના સંબંધોમાં મહત્ત્વનું કારણ બનીને સામે આવી છે. વાસ્તવમાં તુર્કી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું ખુલ્લેઆમ સમર્થન કરે છે.
તુર્કીએ સંયુક્ત રાષ્ટ્રમાં ઘણી વખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે, જાે કે દરેક વખતે ભારતે આકરો જવાબ આપીને બોલતી બંધ કરી દીધી છે. આ જ કારણ છે કે પીએમ મોદીએ હજુ સુધી તુર્કીની મુલાકાત લીધી નથી. આ સિવાય તુર્કી સૈન્ય મોરચે પણ પાકિસ્તાનને સમર્થન આપે છે. પાકિસ્તાન અને તુર્કી શા માટે બેચેન છે?.. જે જણાવીએ, ગ્રીસ ભારતનું મુખ્ય સંરક્ષણ ભાગીદાર છે. ગ્રીસ અને તુર્કી વચ્ચે જૂની દુશ્મની છે, ગ્રીસના ઘણા ટાપુઓ પર તુર્કીનો દાવો, ગ્રીસની મુલાકાતથી તુર્કી પર દબાણ વધશે, તુર્કી-પાકિસ્તાન એકબીજાના સાથી છે, તુર્કીએ પાકિસ્તાનને સૈન્ય મદદ કરી છે, તુર્કી ઘણા મુદ્દાઓ પર ભારતની વિરુદ્ધ છે અને મોદીના ગ્રીસ આગમન બાદ દુશ્મનો બેચેન છે. ગ્રીસ અને ભારત બંને આતંકવાદનો શિકાર છે. આવી સ્થિતિમાં બંને એકબીજાની નજીક આવે તે સ્વાભાવિક છે. પીએમ મોદીની આ વ્યૂહાત્મક મુલાકાતમાં બંને દેશો વચ્ચે વેપાર, ટેકનોલોજીથી લઈને સંરક્ષણ સહયોગ પર ચર્ચા થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રીસ લાંબા સમયથી ભારતની બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ ખરીદવામાં રસ દાખવી રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની મુલાકાત દરમિયાન ગ્રીસને ભારતનું બ્રહ્માસ્ત્ર કહેવાતા બ્રહ્મોસ મિસાઈલ મળે તો પણ ડીલ થઈ શકે છે. આ કારણે પણ તુર્કીના હોશ ઉડી ગયા છે.
Recent Comments