કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાજ્યોથી મળેલ રિપોર્ટનો હવાલો આપતા મંગળવારે કહ્યું કે, એક એપ્રિલથી ૫૭૭ બાળકો કોરોનાવાયરસ સંક્રમણની બીજી લહેરમાં પોતાના માતા-પિતાના નિધનના કારણે અનાથ થઇ ગયા છે. તેમણે એ વાત પર જાેર આપ્યુ કે સરકાર કોવિડના કારણે પોતાના માતા-પિતાને ગુમાવનાર દરેક બાળકને સંરક્ષણ અને સહયોગ માટે પ્રતિબદ્ધ છે.
ઇરાનીએ ટ્વીટ કર્યું,’ભારત સરકાર તેવા દરેક બાળકને સહયોગ તથા સંરક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે જેમણે કોવિડ-૧૯ના કારણે પોતાના માતા-પિતાને ગુમાવી ચૂક્યા છે. રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી જાણકારી આપવામાં આવી છે કે, એપ્રિલથી ૫૭૭ બાળકોના માતા-પિતાનું કોરોનાના કારણે મૃત્યુ થયુ છે.’
ત્યાં જ સૂત્રોનું કહેવું છે કે, આ બાળકો એકલા નથી અને તેઓ જિલ્લા પ્રશાસનને સંરક્ષણની દેખરેખમાં છે. તેમણે જણાવ્યું કે જાે આવા બાળકોને કાઉન્સિલિંગની જરૂર પડે છે તો રાષ્ટ્રીય માનસિક એવમ્ ન્યુરોસાયન્સની ટીમ તૈયાર છે. તેમનું એવું પણ કહેવું છે કે બાળકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે ધનની કોઇ અછત નથી.
ત્યાં જ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ રામ મોહન મિશ્રાએ જણાવ્યું કે, ભારત ખુબ જ જલ્દી નવ દેશોમાં સ્થિત પોતાના ઉચ્ચાયોગો/દુતાવાસોમાં ‘વન સ્ટોપ સેન્ટર’ ખોલશે. વન સ્ટોપ સેન્ટરનો હેતુ મહિલા વિરોધી હિંસાને પહોંચી વળવાનું છે. બહેરિન, કુવૈત, ઓમાન, કતાર, યૂએઇ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને સિંગાપુરમાં એક-એક વન સ્ટોપ સેન્ટર ખોલવામાં આવશે, સાઉદી અરબમાં બે વન સ્ટોપ સેન્ટર ખોલવામાં આવશે.
Recent Comments