fbpx
રાષ્ટ્રીય

૭ મહિના પહેલા જ શેખ હસીના વિશે જ્યોતિષીએ કરી હતી ભવિષ્યવાણી!

બાંગ્લાદેશમાં હાલ અરાજકતાનો માહોલ છે. કારણ કે પ્રધાનમંત્રી શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડી જતા રહ્યા. તેઓ એક સૈન્ય વિમાનથી ભાગીને ભારત પહોંચ્યા. ત્યારબાદ સેનાએ સત્તાને પોતાના હાથમાં લીધી જેનાથી દેશના સંકટપૂર્ણ ઈતિહાસમાં એક અનિશ્ચિત દૌર ખતમ થયો અને બીજાે દૌર શરૂ થયો. હસીનાના દશ છોડીને ભાગવાના સમાચાર મળતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો પીએમ આવાસ પહોંચ્યા અને તોડફોડ મચાવી અને લૂંટફાટ કરી. અત્રે જણાવવાનું કે છેલ્લા બે દિવસમાં સરકાર વિરોધી પ્રદર્શનોમાં ૧૦૦થી વધુ લોકોના જીવ ગયા છે.

વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ હસીના સરકારની વિવાદાસ્પદ કોટા સિસ્ટમ છે. આ સિસ્ટમ ૧૯૭૧ના મુક્તિ સંગ્રામના લડવૈયાના પરિવાર માટે ૩૦ ટકા નોકરી અનામત રાખે છે. સોમવારે પ્રશાંત કિની નામના એક જ્યોતિષીએ સોશિયલ મીડિયા પ્લેટોફોર્મ એક્સ પર એક જૂની પોસ્ટ શેર કરી. ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પોતાની પોસ્ટમાં કિનીએ પ્રધાનમંત્રી હસીના માટે મુસીબતની ભવિષ્યવાણી કરી હતી. તેમણે મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન સાવધાન રહેવાની સલાહ આપી હતી. એ પણ જણાવ્યું હતું કે તેમણે હત્યાના પ્રયત્નોનો સામનો કરવો પડી શકે છે.

તખ્તાપલટ બાદ પ્રશાંત કિનીએ ફરીથી પોસ્ટ શેર કરીને લખ્યું કે ઓગસ્ટ ૨૦૨૪માં હસીનાની પરેશાનીઓ અંગે તેમની ભવિષ્યવાણી સાચી પડી અને તેમણે અનુમાન લગાવ્યું કે શું તેઓ દેશ છોડીને ભાગી ગયા છે. આ બધા વચ્ચે બાંગ્લાદેશ સેના પ્રમુખે કહ્યું કે તેમણે રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરીને તેમને જણાવ્યું કે સેના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળશે. જાે કે આ બેઠકમાં હસીનાની અવામી લીગ પાર્ટીના કોઈ નેતા નહતા. દેશભરમાં વિરોધ પ્રદર્શન ફેલાઈ જવાના કારણે સેના પ્રમુખે સેના અને પોલીસ બંનેને કોઈ ગોળી ન છોડવાના આદેશ આપ્યા હતા જેથી કરીને સ્થિતિને વધુ ખરાબ થતી અટકાવી શકાય.

Follow Me:

Related Posts