૯ જુલાઈએ જાણીતા અભિનેતા ગુરુદત્તના જન્મદિને કેટલીક રસપ્રદ વાતો
પોતાના ફિલ્મી અભિનય, નિર્માણ, ડાયરેક્શન અને કોરિયોગ્રાફીથી બોલિવુજમાં પોતાનો સિક્કો જમાવનાર જાણીતા અભિનેતા ગુરુદત્તનો આજે જન્મદિન છે. ગુરુદત્તનો જન્મ ૯ જુલાઈ ૧૯૨૫ના રોજ બેંગ્લુરુંમાં થયો હતો. આવો જાણીએ તેમના જન્મદિન પર તેમના જિંદગી સાથે જાેડાયેલી ખાસ વાતો. ગુરુદત્તની અસલી નામ વસંત કુમાર શિવશંકર પાદુકોણ હતું. પરંતુ દુર્ભાગ્યવશ ગુરુદત્ત પોતાના જન્મદિવસે આપણી વચ્ચે નથી, પરંતુ તેમ છતાં તેઓ આજે પણ કરોડો દિલોમાં પોતાની ખાસ જગ્યા બનાવીને રાખી છે. ગુરુદત્તનું બાળપણ ખુબ ગરીબી અને મુશ્કેલીઓમાં વીત્યું હતું. અભ્યાસ સારો હોવા છતાં પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે તેઓ કોલેજ જઈ શક્યા નહોતા. પરંતુ કલાના ક્ષેત્રમાં કડક મહેનત અને લગનથી તેમણે ફિલ્મ નિર્માતા અને નિર્દેશકના રૂપમાં એક આગવી ઓળખ બનાવી. બોલીવુડમાં ગુરુદત્ત વર્ષ ૧૯૪૪થી ૧૯૬૪ સુધી સક્રિય રહ્યા છે. તે દરમિયાન તેમણે ઘણી સારી ફિલ્મો કરી. અમુક ફિલ્મોમાં તો પોતે અભિનય પણ કર્યો, જ્યારે અમુક ફિલ્મોમાં માત્ર નિર્દેશન કર્યું.
તેમણે સિનેમાના ૧૦૦ વર્ષોમાં સૌથી સારા નિર્દેશક માનવામાં આવ્યા. ગુરુદત્તના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘પ્યાસા’ દુનિયાની ૧૦૦ સારી ફિલ્મોમાંથી એક છે. ગુરુદત્ત વિશે આ વાત ખુબ ઓછા લોકો જાણતા હશે કે તેઓ સારા નર્તક પણ હતા. તેમણે પ્રભાત ફિલ્મમાં એક કોરિયોગ્રાફરની હેસિયતથી પોતાની ફિલ્મી જીવનની શરૂઆત કરી હતી. તેઓ લેખક પણ હતા. તેમણે ઘણી કહાનીઓ પણ લખી હતી. તે અંગ્રેજી પત્રિકા ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઈન્ડિયામાં છપાઈ. ગુરુદત્તના પિતાનું નામ શિવશંકર રાવ પાદુકોણ હતું. માતા વસંતી પાદુકોણની નજરમાં ગુરુદત્ત બાળપણથી જ ખુબ તોફાની અને જિદ્દી હતા. સવાલ પુછતા રહેવું તેમનો સ્વભાવ હતો. ક્યારે ક્યારેક સવાલોના જવાબ આપતા આપતા માતા પરેશાન થઈ જતી હતી. ૩૯ વર્ષની ઉંમરમાં ગુરુદત્ત પોતાના બેડરૂમમાં મૃત મળી આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે તેમણે પહેલા ખુબ દારૂ પીધો અને ત્યારબાદ તેમણે ઘણી બધી ઉંઘની ગોળીઓ ખાઈ લીધી હતી.
Recent Comments