અમરેલી

અમરેલીના બાબાપુર ગામની ૧૦૦ બહેનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો

કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાતને બદલે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના નિર્ણયને અમરેલીના બાબાપુર ગામની બહેનોએ વધાવ્યો છે.

પશુપાલકોના હિતને સુરક્ષિત રાખવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ દ્રઢ નિર્ણય માટે તેમનો વ્યક્ત કરતો અમરેલીના બાબાપુર ગામના આશરે ૧૦૦ જેટલા બહેનોએ પત્ર લખ્યો છે.

શ્રી બાબાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ના સભાસદ બહેનો આજે બાબાપુર ખાતે એક જગ્યાએ એકત્રિત થઈ, આ બહેનોએ સમૂહમાં સાથે મળીને પોતાના પ્રિય નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને પત્ર લખ્યો છે.

આ પત્રમાં તેમણે, વિદેશી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત રોકવાના દ્રઢ નિર્ણયને વધાવતા લખ્યું હતું કે, આ નિર્ણય અમારા જેવા નાના દૂધ ઉત્પાદકો અને સહકારી સંસ્થા માટે આશીર્વાદ સમાન છે, આ પગલાંથી ગામડાની અસંખ્ય મહિલાઓને આત્મનિર્ભર બનવાની શક્તિ મળશે, સાથે જ ભારતનો ડેરી ઉદ્યોગ મજબૂત બનશે, ઉપરાંત દેશના ખેડૂતો તેમજ દૂધ ઉત્પાદકોના હિતોને સુરક્ષિત રાખવા માટેના અવિરત પ્રયત્ન અને સંવેદનશીલ નેતૃત્વ માટે આ પત્રમાં અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો છે.

બાબાપુર ગામના પશુપાલન સાથે જોડાયેલા અલ્પાબેન રીબડીયાએ જણાવ્યું કે, આ નિર્ણયથી પશુપાલકોને પોતાના દૂધનો પૂરતો ભાવ મળી રહેશે. દેશના પશુપાલકોના હિત માટે જે જરૂરી હતું, તેવો નિર્ણય વડાપ્રધાનશ્રીએ કર્યો છે, એટલે આજે બાબાપુર ગામની પશુપાલન સાથે જોડાયેલી સૌ બહેનોએ સાથે મળીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. તેવી જ કંઈક લાગણી મમતાબેન ગોંડલીયા અને આશાબેન વઘાસિયાએ વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, શ્રી બાબાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના સભાસદ બહેનો પશુપાલન થકી દૈનિક સરેરાશ મુજબ આશરે ૫૦૦ લીટર જેટલું દૂધ ઉત્પાદન થઈ રહ્યું છે.

Related Posts