અમરેલી

અમરેલી ખાતે આંગણવાડી કાર્યકર બહેનોને માતા યશોદા અવોર્ડ અર્પણ કરવાની સાથે પોષણ વાનગી સ્પર્ધા યોજાઈ

અમરેલી ખાતે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને આંગણવાડી કાર્યકર બહેનોને માતા યશોદા એવોર્ડ અર્પણ કરવાની સાથે પોષણ વાનગી સ્પર્ધા યોજાઈ હતી.

આઈસીડીએસ શાખા અંતર્ગતના આ કાર્યક્રમમાં  જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.બી. પંડ્યા,  લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ આઇસીડીએસ શાખાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, નાના બાળકોના ઘડતરમાં નારી શક્તિની ખૂબ મોટી ભૂમિકા રહી છે, આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જે પોષણક્ષમ આહાર બનાવવામાં આવે છે, તેનાથી બાળકોના પોષણ સ્તરમાં સુધારો જોવા મળે છે, ઉપરાંત તેમણે માતા યશોદા એવોર્ડ પ્રાપ્ત કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને અભિનંદન આપ્યા હતા.

વધુમાં અમરેલી જિલ્લાના ૧૩ ઘટકમાંથી આંગણવાડી વર્કર બહેનો દ્વારા વાનગી સ્પર્ધામાં મીલેટ્સ તથા ટીએચઆરમાંથી બનાવવામાં આવેલ જે પૈકી કુલ ૭૩ વાનગીમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતા.  કાર્યક્રમ અંતમાં ઉપસ્થિત સૌને પોષણના પોષણના શપથ લેવડાવવામાં આવ્યાં હતા.

આ તકે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન ભટ્ટ, નેશનલ ન્યુટ્રીશન મિશનના શ્રી ઉદયભાઇ વાવડીયા, તથા ફાલ્ગુનીબેન યાદવ, શ્રી રાજેશભાઈ પાનસુરીયા સહિતના પદાધિકારી-અધિકારી અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts