ગુજરાત

ખંભાત તાલુકાની રાલેજ પી.એમ.શ્રી. પ્રાથમિક શાળામાં 138માં સ્થાપના દિવસની ઉજવણી

આજ રોજ રાલેજ પી.એમ.શ્રી. પ્રાથમિક શાળા 138માં સ્થાપના દિવસની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના બાળકો દ્વારા 18 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. અલગ અલગ કેટેગરીના બાળકોને કુલ 8 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ નિમિષાબેન ઝાલા, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સુનિલભાઈ સોલંકી, ગુ. રા. પ્રાથમિક શિક્ષક સંઘ સિનિયર ઉપપ્રમુખ અને આણંદ જિલ્લા પ્રમુખ વિક્રમસિંહ ગરાસિયા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ વિજયસિંહ ગોહિલ, મહામંત્રી કમલેશભાઈ પટેલ, શિક્ષક શરાફી મંડળી પ્રમુખ કુંતેશભાઈ પટેલ ઉપસ્થિત રહેલ, SMC અધ્યક્ષ રાલજ પ્રાથમિક શાળા, સરપંચ મયુરભાઈ ગોહિલ, દૂધ મંડળી ચેરમેન ગણપતભાઈ સોલંકી તથા ગામના ક્રાંતિશીલ ગ્રામજનો, ભાઈઓ-બહેનો અને વડીલો તથા વિદ્યાર્થીઓએ એ હાજરી આપી અને શાળા ભવિષ્યમાં પણ ઉત્તરોતર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.દાતાશ્રી નું સન્માન શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું .સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના HTAT આચાર્ય કિરીટભાઈ પટેલ અને આભારવિધિ કૃપાલી ગોહિલ અને દીપ પટેલ દ્વારા કરવામાં આવી હતી.સંપૂર્ણ સફળતાનો શ્રેય શાળાના શિક્ષક પરિવારને ફાળે જાય છે.

અમારી શાળા, આગવી શાળા, અધ્યતન શાળા એવા મૂળમંત્રથી કાર્યરત શાળા પરિવારે ભવિષ્યમાં શાળા તાલુકા, જિલ્લા, રાજ્ય અને નેશનલ લેવલ પ્રગતિના ઉતંગ શિખરો પ્રાપ્ત કરવા શક્ય એટલા પ્રયત્નો કરવા સંકલ્પ લીધો હતો.

Related Posts