જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025 માં ગણેશ શાળા – ટીમાણાના 17 બાળકો પસંદગી પામ્યા

25 માર્ચ 2025 ના રોજ ધોરણ – 6માં પ્રવેશ માટે લેવાતી જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025 નું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષામાં ગણેશ શાળા – ટીમાણાના કુલ 17 બાળકો પસંદગી પામ્યા છે. જવાહર નવોદય વિદ્યાલયમાં 80 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે જેમાંથી 22 % જેટલા બાળકો ગણેશ શાળા – ટીમાણાના પસંદગી પામ્યા છે. 22 % બાળકોની પસંદગી સાથે ગણેશ શાળા – ટીમાણા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ – 6 ના પરિણામમાં સમગ્ર જિલ્લામાં અગ્રેસર રહી છે. છેલ્લા 20 વર્ષથી ગણેશ શાળા – ટીમાણામાં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. એક જ શાળાના અત્યાર સુધીમાં અંદાજે 150 થી વધારે બાળકો આ પરીક્ષામાં સફળ થયા છે. વર્ષ 2025 માં પસંદગી પામનાર દરેક 17 બાળકોને ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Recent Comments